મહીસાગર જીલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.કે. ખાંટ એસ.ઓ.જી. શાખા નાઓને બાતમી મળેલ કે … લુણાવાડા પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નં .૧૪૭૩ / ૨૦૨૧ જુગાર ધારા કલમ ૧૨ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ગફાર કાદર મિસ્ત્રી રહે.જુની પોસ્ટ ઓફીસ નજીક ગોધરા નાનો હાલમાં સરદાર નગર ખંડ ગોધરા પાસે હાજર છે . અને એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ.શ્રી આર.એમ. મુધવા તથા પોલીસ સ્ટાફના માણસો ગોધરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેઓને બાતમી હકીકતથી વાકેફ કરી કાયદેસર કરવા સુચના કરતા તેઓએ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરી સદરી આરોપીને શોધી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ગોધરા ટાઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here