કાલોલ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસ

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે , કાલોલ પો.સ્ટે . ગુ.ર.નં. ૫૪૨/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫ ( એ ) , ૬૫ ( ઈ ) , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબ ના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી નીકુંજ શૈલેષભાઇ ડીંડોર હાલ રહે . બાજવા ચાર રસ્તા ઝુપડપટ્ટી વડોદરા મુળ રહે . મલવાસી તા . ઝાલોદ જી . દાહોદ નાનો હાલમાં કાલોલ બસ સ્ટેશનમાં ઉભેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ના પો.સ.ઇ. શ્રી આઇ.એ.સિસોદીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાલોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેઓને બાતમી હકીકતથી વાફેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરતા તેઓએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરી સદરી આરોપીને શોધી કાઢી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે સોપવમાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here