ભીલોડા પો.સ્ટે ખાતે નોધાયેલ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગોનાઇઝ ક્રાઇમ કેસમાં છેલ્લા બે વર્ષેથી નાસતા-ફરતા આરોપીને મોડાસા હજીરા ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડતી એલસીબી અરવલ્લી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત,સાહેબ અરવલ્લીનાઓએ જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન/ સુચનાઓ આપેલ હતી.
જે આધારે શ્રી કે.ડી.ગોહીલ,પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી.મોડાસા નાઓએ એલ.સી.બી .સ્ટાફના અધિકારી/કર્મચારીઓને જિલ્લામાં નાસતા ફરતાં ઇસમોને ઝડપી પાડવા જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી.જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો એલ.સી.બી. કચેરી ખાતે હાજર હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, ભિલોડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૩૨૧૦૩૬૨/૨૦૨૧ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગોનાઇઝ ક્રાઇમની કલમ.૩(૧) (આઇ),૩(૧) (આઇઆઇ),૩(૨),૩ (૩),૩ (૪), ૩ (૫),૪ મુજબના કામે નાસતો ફરતો આરોપી મણીલાલ ઉર્ફે કાળુભાઇ ચીમનભાઇ નિનામા ઉ.વ.૩૮ રહે.મોટા ડોડીસરા તા.ભિલોડા જી.અરવલ્લીનાનો મોડાસા હજીરા ત્રણ રસ્તા ખાતે ઉભેલ છે.તેવી ચોક્કસ માહીતી મળતાં સદરી ઇસમની તપાસ કરતાં દરમ્યાન બાતમી હકીકતવાળો ઇસમ મળી આવતાં તેને પુછપરછ કરતાં પોતે ગુનાની કબુલાત કરતો હોય જેથી સદર ગુન્હા કામે સી.આર.પી.સી.કલમ.૪૧(૧) આઇ મુજબ આજરોજ તા.૨૦.૦૭.૨૦૨૩ ક.૧૪/૦૦ વાગે અટક કરી મોડાસા ટાઉન પો.સ્ટે તરફ મોકલી આપવામાં તજવીજ કરવામાં આવેલ છે
આરોપી –
મણીલાલ ઉર્ફે કાળુભાઇ ચીમનભાઇ નિનામા રહે. મોટા ડોડીસરા તા.ભિલોડા જી.અરવલ્લી
કામગીરી કરનાર ટીમ‌‌ –
(૧) શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા.
(ર) શ્રી.એસ.કે.ચાવડા પોલીસ સબ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા.
(૩) એ.એસ.આઇ.શંકરજી ધુળાજી એલ.સી.બી. મોડાસા.
(૩) અ.હે.કો.હરેશભાઇ કાન્તીભાઇ એલ.સી.બી. મોડાસા.
(૪) અ.હે.કો.દીલીપભાઇ થાનાભાઇ એલ.સી.બી. મોડાસા.

આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી નાઓએ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગોનાઇઝ ગુન્હાઓમાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here