અરવલ્લી એલસીબી પોલીસે તેનપુર ગામની સીમમાંથી ક્રેટા ગાડીમાં લઈ જાવતા ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની ૧૫ પેટીઓ ઝડપી પાડી…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

સી.પી.વાઘેલા , પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોડાસા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી વેચાણ કરતા ઇસમોની જરૂરી બાતમી મેળવવા સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ધનસુરા પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા કીડી ગામની સીમમાં આવતા ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે , એક સફેદ કલરની હુન્ડાઇ ક્રેટા કાર નંબર GJ 01 RS 2716 ની આવતાં તેને રોકવા ઇશારો કરતાં સદરી કારના ચાલકે પોતાના હુન્ડાઇ કેટા કાર ઉભી રાખેલ નહી અને પોતાની કાર કીડી ગામમાં થઇ વડાગામ થઇ ઉંટરડા થઇ તેનપુર ગામની સીમમાં ભાગવા લાગતાં સદરી હુન્ડાઇ ક્રેટા કારનો ફીલ્મી ઢબે પીછો કરતાં સદરી ક્રેટા કારનો ચાલક તથા તેની સાથેનો બીજો ઇસમ એ રીતના બંને ઇસમો ક્રેટા કાર તેનપુર ગામની સીમમાં ખેતરમાં બીનવારસી હાલતમાં મુકી નાસી ગયેલ જે ક્રેટા કારમાં જોયેલ તો ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની આખી પેટી નંગ -૧૫ જેમાં બોટલો નંગ -૫૦૪ તથા છુટી બોટલો નંગ -૯૦ કુલ બોટલો નંગ -૫૯૪ જેની કિં.રૂ .૧,૪૮,૫૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ તથા હુન્ડાઇ ક્રેટા કાર નંબર GJ 01 RS 2716 ની મળી કુલ કિ.રૂ .૬,૪૮,૫૦૦ / – નો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબજે લીધેલ છે . જે અંગે આંબલીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here