ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૫૮,૭૦૦/- તથા XUV કાર સાથે કુલ કિ.રૂ.૫,૬૮,૭૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમની ધરપકડ ડીસા રૂરલ પોલિસ

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.જે.ચૌધરી સાહેબ તથા પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલ, વિજયસિંહ સોમસિંહ, તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર કાશીરામભાઇ, મધુસુદનસીહ અનોપસીહ તથા રાઇટર સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ રોહિતકુમાર ઇશ્વરભાઇ પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન ઝેરડા ત્રણ રસ્તા પાસે આવતા એક મહીન્દ્રા કંપનીની XUV કાર નં.GJ-16-CN-9033 શંકાસ્પદ ગાડી જતી હોઇ સદરહુ ગાડીનો પીછો કરી કંસારી ટોલનાકા પાસે રોકાવતા સદરહુ ગાડીમાંથી વગર પાસ પરમીટનો ગે.કા.નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરની પેટી નંગ-૦૭ તથા છુટક બોટલ/ટીન નંગ-૧૧૧ જે કુલ બોટલ/ટીન નંગ-૩૯૯ કિ.રૂ.૫૮,૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મહીન્દ્રા કંપનીની XUV કાર નં.GJ-16-CN-9033 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૫,૬૮,૭૦૦/- ના મુદામાલ સાથે પ્રકાશ ભગીરથ વિશ્નોઇ રહે.હાડેચા તા.ચીતલવાણા જી.જાલોર (રાજસ્થાન) વાળો પકડાઇ જતાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here