ભાજપના સી.આર.પાટીલની ૨૦૨૨ ની રણનીતિના સમીકરણો પ્રમાણે જિલ્લા/તાલુકાના પ્રમુખ કેવાં હોવાં જોઈએ ?

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી કોણ બનશે પ્રમુખ

કાલોલ તાલુકાની પ્રજા કેવાં પ્રમુખ ની કરે છે માંગ ?

પંચમહાલ જિલ્લામાં ગત દિવસોમાં જ જિલ્લા/તાલુકાના સ્વરાજ્યની ચૂંટણીમાં પરીણામ બહાર આવતાં હવે પ્રમુખ/ઉપપ્રમુખ બનાવા બેઠકો માટે દોડધામ. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં જિલ્લા/તાલુકાના ઉમેદવારોની સ્વરાજ્યની ચૂંટણીઓનાં વિજય મેળવી કાલોલ જિલ્લા. ખાતે ભાજપએ ૫ બેઠક પર વિજય મેળવ્યો અને તાલુકાનાની ૨૪ બેઠકો પર બે બિનહરીફ અને ચુંટણી જંગમાં ૨૦ પર વિજય મેળવ્યો હતો. જેથી કુલ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો પર ધરખમ વિજય મેળવ્યો હતો. જ્યારે બે બેઠકો પર અપક્ષે વિજય મેળવ્યો હતો. હવે ભાજપની ૨૨ બેઠકો પરના ભારે હવે તાલુકા પ્રમુખ નાં ભાજપ મેન્ડે માટે સૌ પ્રથમ સમીકરણો માટે બેઠક કાલોલ નગરમાં યોજાઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પંરતુ કાલોલ તાલુકામાં સ્વરાજ્યની ચૂંટણીઓ માં જેમ ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો.તેમ કાલોલ તાલુકાના ભારતીય જનતા પાર્ટી માં ત્રણ પ્રકારના વિભાજનથી પ્રમુખ ની ચચૉઓ જાણવા મળી રહી છે. હાલ તાલુકાના પ્રમુખ માટે એમ તો સામાન્ય બે બેઠકો પર ના વાવડો જાણવાં મળી આવે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની ૨૦૨૨ ની ભાજપની રણનીતિના સમીકરણો પ્રમાણે કેટલાય કાયૅકરતાના ઓડકાર ઊમરેજ રહી ગયાં હતાં. જેથી તાજેતરમાં જિલ્લા/તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંત સુધી ભાજપના મેન્ડેડ માટે ઉમેદવારોની કાગડોળે રાહ જોવી પડી હતી.જેથી ત્રિપાંખિયા જંગ ની માફ્ક કાલોલ તાલુકા પંચાયતની ખુરશી માટે હાલ હિંદુત્વના સમર્થક, સંબંધિત અને રૂણની ચુકવણીના આમ ત્રિપાંખિયા દાવ પેજ નાં સમીકરણો લોક ચચૉએ જાણવાં મળી રહે છે.ભારતીય જનતાં પાટીૅની ૨૦૨૨ ની રણનીતિના સમીકરણો પ્રમાણે હજુ અંત સુધી કાલોલ તાલુકાના પંચાયતની ખુરશી માટે નાં ત્રિપાંખિય ખેંચતાણમાં હવે ભારતીય જનતા પાર્ટી કાલોલ નાં કઈ બેઠક નાં ઉમેદવાર પર પ્રમુખ નો કળશ ઢોળી કોના માથે તાજનો મુગટ પહેરાવશે તે હવે સમય જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here