બોડેલીના લક્ષ્મી કોર્ટન મેઈન રોડ પર સ્માઈલ ડેન્ટલ ક્લિનિકનો શુભારંભ કરાયો

બોડેલી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના લક્ષ્મી કોર્ટન મેઈન રોડ પર સ્માઈલ ડેન્ટલ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ શુભારંભ પ્રસંગે ક્લિનિકના ડો.ઝાકીર એ. મેમણ, ડો. ઇલિઝા ઝેડ. મેમણ, ડો. ઝાબીર એ. મેમણ તેમજ ક્લિનિકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ ક્લિનિક છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર ટેકનોલોજી સાથે અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય કક્ષાના સાધનોથી સજ્જ છે તેમજ છોટાઉદેપુર જિલ્લાનું સૌ પ્રથમ ડિજિટલ ઓપીજી તેમજ પ્રોટેબલ એક્ષરે મસીન તેમજ ઓર્થોડોન્શિયા , ઈમ્પલાન્ટ તેમજ કોસ્મેટીક વિભાગ અને માઇનર ઓરલ સર્જરી સહિતના વિવિધ વિભાગ અત્યાધુનિક સુવિધા સાથે ઉપલબ્ધ છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ આ ક્લિનિક બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here