બોડેલી : જેટકો વીજ કંપની ડિવિઝનના 250 કર્મચારીઓ દ્વારા આંદોલન રેલી સુત્રોચ્ચાર સાથે બોડેલી જેટકો ડિવિઝનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીમાં આજે વીજ કંપનીના જેટકો કર્મચારીના આઉટસોસિંગ ના કર્મચારીઓ એ સમાન કામ સમાન વેતન ના સૂત્રોચાર સાથે કરી આવેદન પત્ર આપ્યું અમારું સોસણ બંધ કરો સમાન કામ સમાન વેતન ના નારા સાથે બોડેલીમાં આવેદનપત્ર આપ્યું હતું વીજ કંપનીના ઓપરેટર તેમજ કર્મચારીઓની સાથે તેમની માંગ હતી કે અમને આઠ હજાર પગાર આપે છે અને અમારા જેવા કર્મચારીને અઠાર હજાર જેવો પગાર આપવામાં આવે છે તો તે માટે અમોને અન્યાય કેમ તેવું જણાવ્યું હતું ત્યારે બાબુભાઈ રાઠવા નામના કર્મચારીએ જણાવ્યું હતું કે દિવસે દિવસે જતી મોંઘવારીને લીધે અમોને આ પગાર પોષાતું નથી અને અમારું ઘર ચાલતું પણ નથી તે માટે અમને પગાર વધારો કરવો જોઈએ અને જો અમારી આ માંગ પુરી નહીં થાય તો આવતા દિવસોમાં અમે અમારા કર્મચારીઓને સાથે રાખીને આ આંદોલનને વધુ ઉગ્ર બનાવીશું તેવું જણાવ્યું હતું અને બોડેલી ડિવિઝનના માં જેટકો ના અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here