બોડેલીની એ,પીએમ,સી, ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે માર્કેટ સમિતિ સભાખંડમાં યોજાઇ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીની એ,પીએમ,સી, ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે માર્કેટ સમિતિ સભાખંડમાં યોજાઇ હતી. ભાજપ સંગઠનના મેન્ડેટ અનુસાર ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ નિયુક્ત થયા હતા. ચેરમેન તરીકે બારીયાવાલજીભાઈ જનાભાઈ (રહે.બુમડી તાલુકો.બોડેલી) જ્યારે વાઇફ ચેરમેન તરીકે ઠાકોર યશપાલસિંહ ગોવિંદસિંહ (રહે. લઢોદ તા.બોડેલી) હરીફ ચૂંટાયા હતા.
માર્કેટની ચૂંટણીનું મોનિટરિંગ કરતા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઇ ઉકાણી, છોટાઉદેપુર સાસંદ ગીતાબેન રાઠવા, માજી ધારાસભ્ય પ્રો. શંકરભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા મહામંત્રીઓ, પ્રદેશ મંત્રી મુકેશભાઈ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બોડેલી માર્કેટ સમિતિની ચૂંટણી અઢી મહિના પહેલા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપના મેન્ડેટના આધારે ઉમેદવારો ઉભા રહ્યા હતા. જેમાં ભાજપ તરફી વધુ ડિરેક્ટરો ચૂંટાયા હતા. કોંગ્રેસના ડિરેક્ટરોએ રાજીનામાં આપી ભાજપનો કેસ અંગીકાર કરી લીધો હતો. ત્યાર પછી બોડેલી માર્કેટ સમિતિમાં એક તરફી ભાજપનો જ માહોલ સર્જાયો હતો. અઢી મહિના પહેલા યોજાયેલી આ ચૂંટણી બાદ આજે તા. ૨૧ જૂન ૨૦૨૩ ના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માર્કેટના નોમિનેશન બોર્ડની પહેલી મીટીંગ માં યોજાઇ હતી. આ ચૂંટણી માટે ભાજપ સંગઠન ની બે દિવસ પૂર્વે મીટીંગ પણ થઇ હતી. જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ઇચ્છુક ડિરેક્ટરોના કોન્સેસ પણ લેવાયા હતા. માર્કેટ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે કોનો મેન્ડેટ આવશે તે અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ યથાવત રહ્યું હતું. લગભગ બપોરે 1:15 વાગ્યે માર્કેટના ડિરેક્ટરો આગેવાનો મેન્ડેટ સાથે માર્કેટ ઓફિસે આવ્યા હતા અને થોડી જ મિનિટોમાં મીટીંગ પણ આટોપાઈ ગઈ હતી. ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો નક્કી થઈને આવતા સંગઠનની શિસ્ત અને મેન્ડેટ ધ્યાને લઈ બીજા કોઈએ ઉમેદવારી કરી ન હતી.
જિલ્લા રજીસ્ટ્રાર ની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મિટિંગમાં ચેરમેન પદ માટે સૌથી સિનિયર ડિરેક્ટર વાલજીભાઈ જનાભાઈ બારીયા જ્યારે વાઇસ ચેરમેન પદ માટે યશપાલસિંહ ઠાકોર નું ઉમેદવારી પત્ર ભરાયું હતું. ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા માત્ર બે જ ઉમેદવારી પત્ર હોવાને કારણે બંનેને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
બોડેલી માર્કેટ કચેરીમાં નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેન નું અભિવાદન અને સન્માન સાંસદ, પ્રભારી સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, ડિરેક્ટરો અને બોડેલીના આગેવાનોએ ફૂલોની માળાઓ સાથે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here