બાબરા તાલુકાના વાંડળીયા ગામે લોકડાઉનના જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો….!!

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

ગામની બજારો તેમજ ગલીઓમાં લોકો ટોળા વળી ગપ્પાં મારતા જોવા મળ્યા, ન્યુઝ ટીમ બાબરા દ્રારા કવરેજ

હાલ સમગ્ર દેશમાં કોરના વાયરસ નામક મહામારીના કારણે લોકડાઉન છે. ત્યારે હજુ પણ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લેવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જીલ્લાના બાબરા તાલુકાની ન્યુઝ ટીમના સભ્યો રાહુલ ડી. પરમાર, હિરેનભાઈ ચૌહાણા, આદિલખાન પઠાણ, હરેશભાઈ ડી. પરમાર, અને હાર્દિકભાઈ તળાવીયા દ્રારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી લોકડાઉનની પરિસ્થિતિનું કવરેજ કરી રહયા છે. ત્યારે અમારી ટીમ બાબરા તાલુકાના વાંડળીયા ગામે પોચી હતી. ગામનાં પ્રવેશ કરતા જ લોકડાઉનનું ઉલ્લઘંન થતું જોવા મળ્યું હતું. અહી ગામમાં જ્યારે અમારી ટીમ પોચી ત્યા જ ગામની એન્ટ્રીમાં જ ગામ લોકોના ટોળા જોવા મળ્યા હતા. જ્યારે ગામની અંદર પ્રવેશ કર્યો ત્યારે જોવા મળ્યું કે અહી લોકડાઉનનું કોઈ પણ રીતે પાલન થતું નથી. ગામની બજારોમાં કામ વગર ટોળા વળી ગપ્પાં મારતા લોકો જોવા મળ્યા હતા. જ્યારે આ બાબતે અમારી ટીમ દ્રારા વધુ તપાસ કરતા ગામમાં અમુક વિસ્તારોમાં તો દુકાનો પાસે યુવાનો મોબાઈલમાં મસગુલ જોવા મળ્યા હતા. જ્યારે અમારી ટીમ એ દ્રશ્યો કેમેરામાં કેદ કરવા લાગી ત્યારે કેમેરા જોઈ લોકો ભાગવા લાગ્યા હતા.
બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત કવરેજ કરતી અમારી ટીમ આજે વાંડળીયા ગામની મુલાકાત કરતા જાણવા મળેલ હતું કે અહી કોઈ પણ રીતે લોકડાઉનનું પાલન થતું નથી. શું આ ગામને લોકડાઉન લાગતુ નથી ? કે આ બાબતે ગ્રામ પંચાયતની પણ બેદરકારી જવાબદાર હશે ? આવા અનેક સવાલો થય રહ્યા છે. ત્યારે તંત્રને અને પોલિસ જવાનોને અમારી ટીમ દ્વારા અપીલ છે કે આવા ગામોમાં પેટ્રોલિંગ વધારે કરવાની ખુબજ જરુર છે. અને કાયદાનું ઉલ્લઘંન કરતા લોકોને કાયદાનું ભાન કરાવવાની ખુબ જ જરુર છે.
બાબરા તાલુકાની જનતાને અમારી ટીમ દ્વારા જાહેર અપીલ છે કે, લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરો અને ઘરની બહાર ના નીકળો. અને ગામના ઓટાઓ, બાકડાઓ પર કામ વગર ટોળા વળી ના બેસો. અમારી ટીમ દ્વારા કવરેજ કરતા જાણવા મળેલ હતું કે હજુ પણ અમુક ગ્રામ્ય લોકો આ મહામારીને હળવાશથી લઈ રહ્યા છે…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here