સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ,એકતાનગર ખાતે બંધારણ દીવસ ની ઉજવણી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

અધિકારી-કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની શપથ લેવાયા

બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબની ૧૨૫મી જન્મ જયંતિ વર્ષથી દર વર્ષે તા.૨૬મી નવેમ્બરના રોજ ‘બંધારણ દિવસ’ ઉજવવામાં આવે છે.

SoUADTGAના વહીવટી કાર્યાલય ખાતે ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં અધિક કલેકટર ગોપાલ બામણીયાની અધ્યક્ષતામા વિભાગના અધિકારી-કર્મચારી ઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી શપથ લઈ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નાયબ કલેકટર શિવમ બારીયા, ઇ.ચા. અધિક્ષક ઈજનેર સી.એન.રાઠવા, નાયબ જનરલ મેનેજર વ્રજ પંડ્યા, કાર્યપાલક ઈજનેર બી.એન.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત કરતા ગોપાલ બામણીયાએ તમામ કર્મચારીઓને બંધારણના શપથ લેવડાવ્યા હતા. જેમાં તમામ કર્મચારીઓ દ્વારા ભારતના બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કરવામાં આવ્યું હતું.

આ પછી અધિક કલેકટરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બંધારણના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા અને ભારતના સર્વાંગી વિકાસમાં બંધારણીય મૂલ્યો પર પણ પ્રકાશ પાડ્યો હતો, સાથે સાથે બંધારણે આપેલ હક્કની સાથે જવાબદારીઓનું પણ સુપેરે વહન કરવા આહવાન કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here