કેન્દ્ર સરકાર દ્રારા વિધાનસભા મા ૩૩% મહીલા અનામત બીલ પસાર કરાતા નસવાડી ભાજપ દ્રારા ઉજવણી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે ભાજપ દ્રારા ઉજવણી કરવામાં આવી જેમા કેન્દ્ર સરકાર દ્રારા જે ૩૩% મહીલા અનામત બીલ પાસ થયુ છે તેને લઈ ભાજપ કાર્યકરો દ્રારા આતશબાજી કરી ઉજવણી કરાઈ હતી આ ઉજવણી જે કેન્દ્ર સરકાર દ્રારા મહીલા અનામત બેઠક લોકસભા અને વિધાનસભા મા મહિલાઓ પ્રતિનિધિત્વ કરી શકે તે માટેનુ બીલ લોકસભા અને રાજયસભા મા પાસ કરાતા ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના કાર્યક્રમ મા ભાજપના કાર્યકરો હોદ્દેદારોએ વંદે માતરમ ભારતમાતા કી જય ના નારા સાથે વડાપ્રધાન શ્રી નો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં ભાજપ જીલ્લા મહા મંત્રી ડી.એફ.પરમાર તથા ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ તથા ભાજપ તાલુકા મહા મંત્રી અનિલભાઈ શાહ તથા આશિષભાઈ દલવાડી વગેરે કાર્યકરો હોદ્દેદારો હાજર રહી ઉજવણીને સફળ બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here