બનાસકાંઠા : ભાભર તાલુકાના મેરા ગ્રામ પંચાયત સરપંચને ત્રણ બાળકો હોવાનું સામે આવતાં ટીડીઓ એ સસ્પેન્ડ કર્યા…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મેરા ગ્રામ પંચાયત સરપંચ વિનોદકુમાર વાલાજી સામે ત્રણ બાળકો હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં ભાભર તાલુકા વિકાસ અધિકારીશ્રી જોષનાબેન પરમારે તામામ પુરાવાઓ એકત્ર કરી ને યોગ્ય રીતે કામગીરી હાથ ધરી હતી જેમાં સૌ પ્રથમ(૧) નરેશકુમાર વિનોદભાઈ જન્મ તારીખ ૨૩/૭/૨૦૦૦ જેનું સર્ટિ ભાભર ની લિબર્ટી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ એલ.સી.નકલ ભાભર(૨)નિર્મળાબેન વિનોદજી ઠાકોર ગાયત્રી ગર્લ્સ હાઇસ્કુલ ભાભર એલ. સી.નકલ(૩) નરપતકુમાર વિનોદજી ઠાકોર આચાર્ય શ્રી મેરા પ્રાથમિક શાળા નું જન્મ તારીખ નું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને ચૂંટણી માં ફોર્મ ભરી ને વિજેતા જાહેર થયા હતા ત્યારે ગામના જાગૃત નાગરિક ઠાકોર લેરાજી બાબુજી દ્વારા તાત્કાલિક ધોરણે તમામ પ્રકારની વિગત એકત્ર કરી ને ભાભર તાલુકા પંચાયત કચેરી માં લેખિત રજૂઆત કરી હતી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે ને પણ લેખિત અરજી કરી જાણ કરી હતી પરંતુ તલાટી મંત્રી અને શાળા ના આચાર્ય અને ભાભર તાલુકા ની માધ્યમિક શાળાઓમાં થી તમામ પ્રકારની વિગત મેળવી ને ભાભર તાલુકા વિકાસ અધિકારીશ્રી જોષનાબેન પરમાર એ પંચાયત ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વર્ષ ૨૦૦૫ પછી ત્રીજું બાળક હોવાનું સામે આવતાં ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૩૦ (૧)(ત)મુજબ ની જોગવાઈ હેઠળ આદેશ કર્યો હતો ભાભર તાલુકા મેરા ગ્રામ પંચાયત સરપંચ ઠાકોર વિનોદકુમાર વેલાજી ને સરપંચ ની બેઠક ખાલી કરવા માટે આદેશ કર્યો હતો ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સોપો પડી ગયો છે જોકે હજુ સુધી તો આવી ઘણી બધી લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીશ્રી એ અગાઉ આંગણવાડા ગ્રામ પંચાયત ના સભ્ય ને ત્રણ બાળકો હોવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હવે એ સસ્પેન્ડ થયેલ ઉમેદવાર હાલમાં સરપંચ તરીકે ચાલુ છે અને અરજદાર કાંકરેજ તાલુકા પંચાયત કચેરી માં ધરમ ધક્કા ખાઈ રહ્યા છે જોકે આ અંગે જીલ્લા વિકાસ અધિકારીશ્રી પણ જાણે છે ત્યારે આંખ આડા કાન કરી ને આંગણવાડા ગ્રામ પંચાયત સરપંચ ને છાવરતા હોય તો નવાઈ નહિ. ત્યારે હવે ભાભર તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા લેવાયેલ નિર્ણય ને સૌ કોઈ એ આવકાર્યો છે અને હવે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીશ્રી અનિલ ત્રિવેદી ને કયો ગ્રહ નડે છે એ અંગે સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે ત્યારે હવે જેતે સમયે ચૂંટણી બાબતે આર. ઓ.ની ફરજ બજાવતા કર્મચારી ઓ ને ખબર નહિ હોય? શું આવી જ રીતે થાય ચૂંટણી પ્રક્રિયા? અભણ લોકો ને ખબર નથી હોતી પરંતુ કદાચ ખુદ સરકારી કર્મચારીઓ ને ચૂંટણીપંચ દ્વારા જે કંઈ ગાઈડ લાઈન મુજબ કામગીરી હાથ ધરવામાટે પરિપત્ર બહાર પાડે છે ત્યારે શું તેને સહેલાઈથી ઘોળી પી ગયા છે કે પછી ખુદ પોતે ઉમેદવારી નોંધાવી હોય એ લોકો પોતાની વ્યક્તિગત રીતે ભૂલો નો ટોપલો બીજા ઉપર ધોળે છે? સાવધાન રહો આપડા ભારત સરકાર ના ચૂંટણીપંચ તરફથી દરેક ને ન્યાય મળશે અને હવે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા માં પણ થોડા દિવસ પછી એક મોટો ધડાકો થાય તેવી શક્યતા વધી રહી છે પરંતુ ભાભર તાલુકા વિકાસ અધિકારીશ્રી ના નિણર્ય અંગે સૌ કોઈ ખુશ થઈ ગયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here