બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મીઠા ગામે ઠગ ટોળકીના રીક્ષાચાલાક સહિત ચાર ઠગ પકડાયા હતા..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

સરહદી વિસ્તારોમાં અંધશ્રદ્ધાના અવારનવાર કીસ્સાઓ બનતા હોય છે ત્યારે આજે ફરી એકવખત સરહદી વિસ્તારમાં અંધશ્રદ્ધા નુ ભુત ધુણયુ જોવા મળ્યુ હતું જેમાં વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના મીઠા ગામે લેરાાજી ઠાકોર નામના એક ખેડુત પરિવાર ના ઘેર ઘણા સમયથી એક તમારા ઘેર એક ચુડવેલ છે તેમ કહીને અમુક ઠગો દ્વારા અવારનવાર અંધશ્રદ્ધા ના નામે ભોળવીને અલગ અલગ રુપિયા લઇને ખેડુત પરિવાર સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું હતું જેમાં ગતરાત્રિના સુમારે આ ઠગ ટોળકી છે તેવી આ ખેડુત પરિવારને ખબર પડી જતાં રાત્રિના સુમારે રિક્ષામાં આવેલા ઠગો રિક્ષા લઇને ભાગવા જતાં આજુબાજુના લોકોએ પકડી લીધા હતા અને ભાભર પોલીસને જાણ કરતાં ભાભર પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઠગ ટોળકીમાં રિક્ષાચાલક સહીત ચાર ઈસમોને ભાભર પોલીસ સ્ટેશનમાં લાવીને વધુ તપાસ હાથ ધરી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here