બનાસકાંઠામાં બાળ મજૂરીનો કાયદો માત્ર કાગળ ઉપર, સરકારી તંત્રના આંખ ખાડા કાન…ફિર ભી મેરા ભારત મહાન…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ગુજરાતમાં આજે શિક્ષિત અને અશિક્ષિત યુવાનોની બેકારી નો પ્રશ્ન ચિંતા નો વિષય બની ગયો છે

બનાસકાંઠામાં ચાલતા મોટા ભાગના સરકારી કે બિનસરકારી કામોમાં બાળ મજૂરોનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો વિવિધ તાલુકાઓમાં બાળમજૂરી કરતા જોવા મળી રહ્યા છે બીડી અને ફટાકડા જેવા જોખમી ઉદ્યોગોમાં પણ આ બાળમજૂરો કામો કરી રહ્યા છે કાયદા કાનુન નું કોઈ પાલન થતું નથી.

કોન્ટ્રાક્ટર અને તેના માલિકો દ્વારા આ બાળમજૂરોનું શોષણ થતું જોવા મળી રહ્યું છે.

બનાસકાંઠાના માર્ગ મકાન વિભાગમાં ચાલતા રોડોના કામોમાં મોટા પ્રમાણમાં આ બાળમજૂરોનુ પ્રમાણ જોવા મળી રહ્યું છે સરકારી કામોમાં જ બાળમજૂરોનું શોષણ થતું હોય તો બીજાની શું વાત જ કરવી.

બનાસકાંઠાના મોટાભાગના સરકારી કામોમાં બાળક મજૂરો જોવા મળી રહ્યા છે તેમાં સૌથી વધારે બાળ મજૂરો મારો મકાન વિભાગના કામોમાં કામ કરતા જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠામાં બાળમજૂરી કાયદાના ધજીયા ઉડી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર મૌન કેમ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here