પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નવી દિલ્હી ખાતેથી એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ પોર્ટલ લોન્ચ કરાયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગોધરા બી.આર.જી.એફ ભવન ખાતેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા સહિતના અધિકારીશ્રીઓએ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

એસ્પિરેશનલ બ્લોકસ પ્રોગ્રામ અંતર્ગત નીતિ આયોગ દ્વારા તા.૩ થી ૯ ઓક્ટોબર દરમિયાન સંકલ્પ સપ્તાહની ઉજવણી કરાશે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજ રોજ નવી દિલ્હી ખાતેથી એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગોધરા સ્થિત બી.આર.જી.એફ ભવન ખાતેથી પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા,ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર,પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી.આર.પટેલ સહિત વિવિધ અધિકારીશ્રીઓએ નિહાળ્યું હતું.
એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત નીતિ આયોગ દ્વારા ૩ થી ૯ ઓક્ટોબર દરમિયાન યોજાનાર સંકલ્પ સપ્તાહ ઉજવણી કાર્યક્રમોનાં સુચારું આયોજન ઘોઘંબા તાલુકામાં કરવામાં આવશે.જેમાં સંકલ્પ સપ્તાહની ઉજવણી તા.૦૩/૧૦/૨૦૨૩ થી તા.૯/૧૦/૨૦૨૩ સુધી કરવામા આવશે. તા.૦૩/૧૦/૨૦૨૩ના રોજ સંપુર્ણ સ્વાસ્થ્ય-એક સંકલ્પ (હેલ્થ વિભાગ), તા.૦૪/૧૦/૨૦૨૩ના રોજ સુપોષિત પરીવાર-પોષણ મેળો (ન્યુટ્રીશન વિભાગ), તા.૦૫/૧૦/૨૦૨૩ના રોજ સ્વચ્છતા એક સંકલ્પ (સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ કૃષિ મહોત્સવ (ખેતીવાડી વિભાગ), તા.૦૭/૧૦/૨૦૨૩ ના રોજ શિક્ષા એક સંકલ્પ (શિક્ષણ વિભાગ), તા.૦૮/૧૦/૨૦૨૩ ના રોજ સમૃધ્ધિ દિવસ (લાઇવલી હુડ),  તા.૦૯/૧૦/૨૦૨૩ના રોજ સંકલ્પ શપથ –સમાવેશ સમારોહ (તાલુકા પંચાયત) તમામ વિભાગો દ્વારા કાર્યક્રમમાં કરવાની થતી પ્રવૃત્તિઓનું આયોજન કારવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગ દ્વારા અલ્પ વિકસિત તાલુકાઓના વિકાસ માટે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાંથી ૫૦૦ તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓમાંથી ૧૩ તાલુકાઓ પસંદ થયા છે. જે અંતર્ગત ઘોઘંબા તાલુકાનો પણ એસ્પિરેશનલ બ્લોકસમાં સમાવેશ કરાયો છે.
અહીં નોંધનીય છે કે નવી દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.ટી.મકવાણા, ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીશ્રી,ઘોઘંબા તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઘોઘંબા તાલુકા કચેરી તેમજ ઘોઘંબા તાલુકાની તમામ ગ્રામ પંચાયતો ખાતે અધિકારી/પદાધિકારીશ્રીઓએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી,જિલ્લા અગ્રણીશ્રી અશ્વિન પટેલ,જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here