પોલીસએ રવિવારના રોજ જુદા જુદા ત્રણ કેસ કરી ૧૧ લીટર દેશી દારૂ ઝડપી પાડયો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ પોલીસ દ્વારા રવિવારના રોજ અલગ-અલગ કેસ કરી ૧૧ લીટર જેટલો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો સણસોલી આઉટ પોસ્ટના કણેટીયા ગામમાં આવેલા મહાદેવ ફળીયા વિસ્તારમાં ગણપતસિંહ સામત પરમારના ઘરથી ૪ લિટર દેશી દારૂ તથા ટાંકી વાળુ ફળિયામાં રહેતા વિજય ભાઈ સોમાભાઈ પરમારના ઘરેથી ૪ લિટર જેટલો દેશી દારૂ સણસોલી આઉટ પોસ્ટના અશ્વિનભાઈ દ્વારા ઝડપી પાડયો હતો તે જ રીતે મલાવ આઉટ પોસ્ટના પર્વતસિંહ દ્વારા મલાવના પાટુવાડા ફળિયામાં રહેતા કપિલાબેન દિનેશભાઈ ઓડના ઘરેથી ૩ લીટર જેટલો દેશી દારૂ ઝડપી પાડયો હતો આમ એક દિવસમાં ત્રણ કેસ કરી ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી દેશી દારૂની બદીને ડામવા માટે સઘન પ્રયત્ન કાલોલ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here