પાટણ જિલ્લામાં 12 થી 14 વયજુથના 31686 કિશોરોનું રસીકરણ કરાયું

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

પાટણ જિલ્લાના તમામ નવ તાલુકા ના કુલ 61416 ના લક્ષ્યાંકમાંથી 31686 કિશોર-કિશોરી ઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.આ કામગીરી 100 ટકા પૂર્ણ થશે ત્યાં સુધી ચાલુ રહેશે એવુ જિલ્લા આરોગ્ય કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.
પાટણ જિલ્લામાં ગત 16 મી માર્ચથી 12 થી 14 વર્ષના વ્યજુથના કિશોર-કિશોરીઓને કોરોના ની રસીનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.તે મુજબ 22 મી માર્ચ સુધી માં 31686 કિશોર-કિશોરી ઓને રસીનો ડોઝ અપાઈ ચુક્યો છે. રસીકરણની આ કામગીરીમાં 71 ટકા સાથે શંખેશ્વર તાલુકામાં સૌથી વધુ કામગીરી થઈ છે જ્યારે સૌથી ઓછી કામગીરી 32.4 ટકા સાથે સાંતલપુર તાલુકામાં થવા પામી છે.જિલ્લામાં 12 થી 14 વર્ષના વયજુથના શાળામાં જતા 60142 તેમજ શાળામાં ના જતા 1274 મળી કુલ 61416 કિશોર-કિશોરીઓ છે.જે પૈકી લગભગ 51.6 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે અને તેની કોઈ આડઅસરો પણ તેમને થઈ નથી.જેને લીધે બાકીના કિશોર-કિશોરીઓ પણ આરોગ્ય સબસેન્ટરો માં જઈ આ રસી લઈ રહ્યા છે.આ ઉપરાંત 15 થી 17 વર્ષની વયજુથના કુલ લક્ષ્યાંકમાંથી 65.28 ટકા મુજબ 64422 લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 90.77 કામગીરી સાથે 55979 લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે.એ જ પ્રમાણે 18 વર્ષથી ઉપરના કુલ લક્ષ્યાંક માંથી 80.88 ટકા પ્રમાણે 905851 એ પ્રથમ ડોઝ જ્યારે 98.34 ટકા પ્રમાણે 892496 એ બીજો ડોઝ લીધો છે.એ જ પ્રમાણે ફ્રન્ટલાઈન વર્કર ના કુલ રસીકરણ લક્ષ્યાંક પૈકી 99.90 ટકા મુજબ 15518 એ પ્રથમ ડોઝ જ્યારે 99.04 ટકા મુજબ 15369 એ બીજો ડોઝ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here