છોટાઉદેપુર એલસીબી દ્વારા નવાપુરા વિસ્તારમાંથી કિ.રૂ.૩૪,૫૭૪/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ.. જે અન્વયે વી.બી.એચ.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.શાખા છોટાઉદેપુર # નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે * અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન * હકીકત મળેલ કે છોટાઉદેપુર પો.સ્ટે. ટાઉનના નવાપુરા વિસ્તારમાં રહેતા કોકીલાબેન ગણેશભાઇ તડવી નાએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે. તેવી મળેલ હકીકત આધારે સદરી ના ઘરે રેઇડ કરતા તેઓના રહેણાંક મકાનમાંથી કુલ કિ.રૂ.૩૪,૫૭૪/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા પ્રોહીબીશન એકટ મુજબ છોટાઉદેપુર પો.સ્ટે.માં ગુનો નોંધાવવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદામાલ
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૧૧૫
કિ.રૂ.૩૪,૫૭૪૮- પકડવાના બાકી આરોપીબેનનું નામઃ-
કોકીલાબેન ગણેશભાઇ તડવી રહે.છોટાઉદેપુર ટાઉન,નવાપુરા તા.જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here