પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનો ૨જી થી ૧૬મી એપ્રિલ-૨૦૨૨ દરમ્યાન ચૈત્રી નવરાત્રી પ્રસંગ દરમ્યાન લઇ જવા પર પ્રતિબંધ ફરમાવાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે આગામી તા.૦૨/૦૪/૨૦૨૨ થી તા.૧૬/૦૪/૨૦૨૨ દરમ્યાન નવરાત્રી તહેવારની ઉજવણી થનાર છે. આ ઉત્સવ દરમ્યાન લોકોની મોટી સંખ્યામાં અવર જવર પાવાગઢ ખાતે રહેનાર હોવાથી તેમજ પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખુબ જ વાંકો ચુંકો તથા ચઢાણવાળો તથા સાંકડો હોઈ લોકોની અવર–જવર દરમ્યાન કોઈ અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તે માટે ટ્રાફીકનું નિયમન કરવું જરૂરી હોઈ જાહેર હિતમાં પાવાગઢ તળેટીથી માંચી સુધીના રસ્તા ભારે તેમજ હળવા વાહનોની અવર જવર ઉપર તથા ચીજ વસ્તુઓ સાથે અથવા ચીજ વસ્તુઓ વગર ગધેડાઓ દોરી જનારા કે અન્ય પશુઓ દોરી જનારા ઉપર નિયંત્રણ કરવુ જરૂરી જણાતું. કોઈ પોલીસ અધિક્ષકશ્રી,પંચમહાલ ગોધરા એ તેઓના તા.૨૦/૦૩/૨૦૨૨ના પત્ર ક્રમાંક. એલઆઈબી ચૈત્રી નવરાત્રી/જાહેરનામુ ૧૦૧૬/ ૨૦૨૨ થી તા.૦૨/૦૪/૨૦૨૨ થી તા.૧૬/૦૪/૨૦૨૨ સુધીના સમય તે દરખાસ્તે જણાવ્યા મુજબની વિગતે જાહેરનામુ બહાર પાડવા માટે વિનંતી કરેલ છે.
ઉકત બાબતે દુર્ઘટના, જાનહાની ન સર્જાય તે માટે ટ્રાફીકનું નિયમન કરવું જરૂરી હોઈ જાહેરહિતમાં પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, જીપ, લક્ઝરી બસ, મેટાડોર, ઓટોરીક્ષા, દ્વિચક્રી વાહનો સહિત ઈંધણથી ચાલતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા ચીજ વસ્તુઓ સાથે અથવા ચીજ વસ્તુઓ વગર પશુઓ દોરી જનારાઓ કે તે દ્વારા માલ સામગ્રી વહન કરનારાઓ ઉપર નિયંત્રણ કરવું જાહેરહિતમાં જરૂરી જણાય છે.
આથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની ક્લમ–૩૩(૧)(ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ હું એમ.ડી.ચુડાસમા,(જી.એ.એસ.) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ– પંચમહાલ ગોધરા, આથી ફરમાવુ છું કે, પાવાગઢ ખાતે તળેટીથી માંચી જવાના રસ્તા ઉપર ઉપરોકત ઉલ્લેખ કરેલ છે તે પ્રકારના ભારે તથા હળવા વાહનો તા.૦૨/૦૪/૨૦૨૨ થી તા.૧૬/૦૪/૨૦૨૨ (બન્ને દિવસો સહિત) સુધી અવર જવર કરી શકારો નહિ, કોઈપણ પ્રકારના વાહનો દ્વારા, પશુઓ દ્વારા સાધન સામગ્રી, ચીજ વસ્તુઓનું વહન કરી શકાશે નહિ, પશુઓ દોરી જનારાઓએ માંચીથી દુધીયા તળાવ પાવાગઢ સુધીના રસ્તા ઉપર અવર જવર કરવી નહી, આ પ્રતિબંધ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી.બસો, સરકારી ફરજ ઉપરના વાહનો, પીવાના પાણી તથા આરોગ્ય સેવાઓના ઉપયોગમાં લેવાનાર વાહનોને લાગુ પડશે નહિ. અનિવાર્ય, અધોચિત પ્રસંગોના કિસ્સામાં એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદારશ્રી– હાલોલની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાનેપાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here