પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં ‘સુશાસનના પાંચ વર્ષ’ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આવતીકાલે ‘જ્ઞાન શક્તિ દિવસ’ની ઉજવણી

95 વર્ગખંડો, 126 જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, 03 ICT કમ્પ્યુટર લેબ સહિત કુલ 1980 લાખથી વધુનાં કાર્યોનું લોકાર્પણ કરાશે

તા.1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનનાં પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં પણ આ ઉજવણીના ભાગરૂપે આવતીકાલે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત સ્ટેટ યુનિવર્સિટી કક્ષાનો કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરા ખાતે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં તેમજ પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 9.30 કલાકે યોજાશે. જિલ્લા કક્ષાનો ‘જ્ઞાન શક્તિ દિવસ’ કાર્યક્રમ ઘોઘંબા તાલુકાના ભીલોડ પ્રાથમિક શાળા ખાતે કાલોલ ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાશે. આ નિમિત્તે જિલ્લામાં યોજાનાર અન્ય કાર્યક્રમોમાં ઘોધંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકી, ગોધરા તાલુકાના ખજૂરી ખાતે ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી તેમજ મોરવા હડફના સલિયા ખાતે ધારાસભ્યસુશ્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં જિલ્લાની 19 શાળાના 95 વર્ગખંડો, 02 હોસ્પિટલ બિલ્ડિંગ, 126 જ્ઞાનકુંજ પ્રોજેક્ટના કુલ 388 વર્ગખંડો, 03 શાળાઓમાં આઈસીટી કોમ્પ્યુટર લેબ એમ કુલ મળી 1980.72 લાખના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. પંચાયત વિભાગ દ્વારા 15 પંચાયત ઘરનું લોકાર્પણ તેમજ 5 પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પણ થનાર છે. યુનિવર્સિટી, ગોધરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં નમો ઈ-ટેબ્લેટના લાભાર્થીઓ, શોધ યોજનાના લાભાર્થીઓ, MYSY યોજનાના લાભાર્થીઓને મળવાપાત્ર સહાયનું વિતરણ કરવામાં આવશે. રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ લોકાર્પણ/ખાતમુહુર્ત કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ આ કાર્યક્રમ સ્થળોએ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here