પંચમહાલ : વેજલપુરની હોટલ સહયોગ પાસે હિટ એન્ડ રનનો કેસ, ટ્રેલર ચાલકે ટક્કર મારતાં બાઈક સવારનું સ્થળ પર મોત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વેજલપુર નજીક આવેલી હોટલ સહયોગ પાસે ગુરુવારે રાત્રે ટ્રેલર નંબર જી. જે ૦૯ એવી ૧૬૧૨ ના ચાલકે પોતાના કબજાનીનું ટ્રેલર ગફલત ભરી રીતે પૂરઝડપે અને બેફીકરાઈ થી આપતા મોટર સાયકલ ઉપર જતા સુમંતભાઈ વજેસિંહ બારીયા રે. કંબોઈ ભગત ફળીયુ તા – લીમખેડા જી. દાહોદને ટક્કર મારી ભાગી છૂટતા મોટરસાયકલ ચાલકને શરીરે માથામાં ગંભીર ઇજાઓ થતા સ્થળ ઉપર જ મરણ પામેલા. આ બનાવને નજરે જોતા વેજલપુરના એક સ્થાનિક હારુનભાઈ અબ્દુલભાઈ દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ આપી જે અંગેની ફરિયાદમાં નોંધાવેલ નંબર મુજબ પોલીસે પોકેટ કોપ ફતે ટેલર નંબરના આધારે માલિક ની શોધ કરતાં આ ટ્રેલર મારવાડી લાલસીંગ નારાયણ રહેવાસી વકતાપુર તાલુકો હિંમતનગર નું હોવાનું બહાર આવેલું વેજલપુર પોલીસે ઈપીકો કલમ 279 304 અને એમવી એક્ટ ની કલમ 177 184 187 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ની લાશ ને પી.એમ. માટે મોકલી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here