પંચમહાલ/મહીસાગર જિલ્લાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ યોગ (ભાઈઓ/બહેનો)ની સ્પર્ધામાં ભાગ લેવા બાબત

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સ્પર્ધકો ૧૩ જૂન સુધી ગોધરા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ફોર્મ જમાં કરાવી શકશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જી.પંચમહાલ/મહીસાગરની સાંસદ યોગ સ્પર્ધા(ભાઈઓ/બહેનો)ની તા.૧૭/૦૬/૨૦૨૩ ના રોજ સમય સવારે ૭:૦૦ કલાકે માન.સાંસદ શ્રી રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,કનેલાવ તળાવ પાસે, ગોધરા, જી.પંચમહાલ ખાતે યોજાશે. સદર સ્પર્ધામા ભાગ લેનાર ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી(સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કનેલાવ તળાવ પાસે), ગોધરા, જી.પંચમહાલ ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૩/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી અત્રેની કચેરીમા જમા કરાવવાના રહેશે. વધુ માહિતી માટે શ્રી સૌરભ સોલંકી મો.૭૮૭૪૯૧૭૦૯૭ નો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પ્રતાપ પસાયા, ગોધરા, જી.પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here