પંચમહાલ જીલ્લાના હાલોલ ટાઉન પો.સ્ટે. ખાતે રૂ.૫,૭૦,૪૩૧/- ની લોન ફ્રોડ- સાયબર ક્રાઇમનો ગુન્હો ડીટેકટ કરી ઝારખંડની ટીમનો પર્દાફાશ કરતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન

હાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ- ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી જે.એન.પરમાર સાહેબ, પો.ઇન્સ.શ્રી એચ.એન.પટેલ સાહેબ, પો.સ.ઇ.શ્રી બી.આર.કિશ્ચિયન, પો.સ.ઇ.શ્રીમતી ડી.જે.પટેલ, વા.પો.સ.ઇ.શ્રી આર.એ.સાઠીયા, વા.પો.સ.ઇ.શ્રી આર.સી.વઢવાણા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફના ટે.ઓ. એ.એસ.આઇ. મહેન્દ્રભાઇ કાળુભાઇ, *આ.પો.કો. રાજેશભાઇ ગોપસિંહ, આ.પો.કો. નરેશભાઇ કાળાભાઇ, આ.પો.કો. પ્રશાંતકુમાર જયેશભાઇ, અ.પો.કો. અનિલભાઇ બાલુભાઇ એ રીતેના પોલીસ માણસોએ હાલોલ ટાઉન પો.સ્ટે. ખાતે નોંધાયેલ રૂ.૫,૭૦,૪૩૧/- ના લોન ફ્રોડના સાયબર ક્રાઇમ ગુન્હા બાબતેની ફરીયાદ આધારે નીચે મુજબની કાર્યવાહી કરી મુળ ઝારખંડના રહેવાસી *ઇસ્લામ અહેજાદમીયા અન્સારી, હાલ રહે.જય અંબે સર્વિસ, ડી-૨-૧૦૪, ગીરીરાજ એપાર્ટમેન્ટ, મોરૈયા રોડ, અમદાવાદ, મુળ રહે.પંચાયત- દુધાની, ગામ- ચકલેટો, પો.ચૌધરી, નવાડીહ, થાણાઃ- પાલોજોરી, ચાકલેટો, ચૌદરી નવાડીહ, દેવધર, ઝારખંડ- ૮૧૪૧૪૯ નાને પકડી હાલોલ ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૨૮૨૦૦, ઇ.પી.કો.ક.૪૦૬, ૪૨૦, ૧૧૪ અને આઇ.ટી.એ.ક.૬૬(એ) મુજબનો ગુન્હો ડીટેકટ કરેલ છે અને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી અને અન્ય સાગરિતોનો પણ પર્દાફાશ કરેલ છે.

જે ફરીયાદની હકીકત વિગતમાં, ફરીયાદીશ્રીની જાણ બહાર તેમના એક્સિસ બેંકના એકાઉન્ટમાં રૂ.૫,૭૦,૪૩૧/- ની લોન ઓનલાઇન મંજુર કરાવી તે નાણાં ફરીયાદીના ખાતામાં ટ્રાન્સફર કરી ફરીયાદીને જણાવેલ કે, એક્સિસ બેંકના સર્વરમાં ખામી થતા ભુલથી આ રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર થયેલ છે. તેમ કહી ફરીયાદીને સમજાવી લોનના નાણાં *પરત બેંકમાં જમા કરાવવા સારૂ ઓટીપી ફરીયાદીના મોબાઇલમાં આવેલ તે માંગેલ જેથી ફરીયાદીશ્રીએ બેંકની ભુલથી તેમના ખાતામાં જમા થયેલ નાણાં પરત બેંકમાં મોકલવાની કાર્યવાહી કરેલ. ત્યાર બાદ બેંકમાંથી આ લોનના રૂ.૫,૭૦,૪૩૧/- ના નાણાં રૂ.૧૨,૩૯૦/- ના ૬૦ હપ્તા ભરવાના અને જો હપ્તા ન ભરાય તો વધુ વ્યાજ લાગશે તેવા ઇ-મેઇલ ફરીયાદીના મોબાઇલમાં આવેલ. જે અંગે તેઓએ પ્રાથમિક તપાસ કરાવતા ટ્રાન્સફર થયેલ નાણાં રૂ.૫,૭૦,૪૩૧/- જે પેટીએમ મારફતે અલગ-અલગ બેંક ખાતામાં જમા થયેલ હતાં. જેની વિગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પંચમહાલ- ગોધરા રેન્જ દ્રારા પેટીએમ સ્ટેટમેન્ટ આધારે મેળવી આ ટ્રાન્સફર થયેલ બેંક ખાતાઓની માહિતી પણ મેળવી બેંક ખાતાધારકોની તપાસ કરતા એક ખાતાધારક કે, જેનું નામ ઇસ્લામ અહેજાદમીયા અન્સારી, રહે.જય અંબે સર્વિસ, ડી-૨-૧૦૪, ગીરીરાજ એપાર્ટમેન્ટ, મોરૈયા રોડ, અમદાવાદ, ગુજરાત, પીન નં.૩૮૨૨૧૩, મો.નં.૭૪૦૫૪૫૬૪૫૫ છે. જેણે તેના ઇન્ડસઇન્ડ બેંક, ચાંગોદર બ્રાચ, અમદાવાદના ખાતા નં.૧૫૭૪૦૫૪૫૬૪૫૫ માં રૂ.૪૦,૦૦૦/- જમા કરાવેલ હતા. જે રૂ.૪૦,૦૦૦/- સદર ઇસમે તેના સાગરીતો મારફતે એટીએમ દ્રારા કેશ વિડ્રોલ કરેલ હતાં. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પંચમહાલ- ગોધરા રેન્જ તરફથી અમદાવાદ ખાતે ઇસ્લામ અહેજાદમીયા અન્સારીની તપાસ કરતા આ ઇસમ મળી આવેલ અને તેની પુછપરછ કરતા પોતે મુળ રહે.પંચાયત- દુધાની, ગામ- ચકલેટો, પો.ચૌધરી, નવાડીહ, થાણાઃ- પાલોજોરી, ચાકલેટો, ચૌદરી નવાડીહ, દેવધર, ઝારખંડ- ૮૧૪૧૪૯ નાનો હોવાનું જણાવેલ અને તેના ખાતામાં જમા થયેલ નાણાં બાબતે પુછપરછ કરતા તેના સાગરીતો નં.(૧) અલ્તાફ અંસારી, રહે.જામતારા, ઝારખંડ, મો.નં.૯૧૪૨૩૩૮૨૧૫ (૨) મિરાજ અંસારી, રહે.તરમુન્ડા, ગીરીદી, ઝારખંડ, મો.નં.૮૮૬૬૬૨૧૯૪૧, ૮૧૦૨૮૨૨૧૨૫ (૩) નેહલ ગડ્ડી S/o ઇકબાલ ગડ્ડી, રહે.જારીયા, ધનબાદ, ઝારખંડ, મો.નં.૯૪૩૧૩૭૧૮૧૪ (૪) તેજપાલ S/o ભગતસિંહ, રહે.મેવાત, હરિયાણા (૫) મનોજદાસ S/o બાલેશ્વરદાસ, રહે.દિયોદર, ઝારખંડ (૬) તૈયબ અંસારી S/o અહેમદ હુસેન, રહે.ધનબાદ, ઝારખંડ, મો.નં.૬૨૦૯૩૯૧૦૭૫ (૭) અબ્દુલ રજાક અંસારી S/o મોહમ્મદ અતુલ્લાહ, રહે.જી.જામતારા, સિંદુરી(નારાયણપુર પોલીસ સ્ટેશન), મો.નં.૮૭૫૭૨૦૩૬૮૮ (૮) મકાઇલ અંસારી, રહે.બ્રિંદાબની, જી.દુમકા, ઝારખંડ, મો.નં.૬૨૦૨૬૭૨૬૩૬ (૯) ભોલાનાથ ગોરાઇન S/o ભગીરથ ગોરાઇન, રહે.દિયોલી, ગોવીંદપુરી, જંગલપુર, ધનબાદ, ઝારખંડ, મો.નં.૯૬૯૩૭૪૬૯૪૯ (૧૦) લૈલાબીબી W/o કુરબાન અંસારી, રહે.ધર નં.૮૧, કન્કી, દિયોદર, ઝારખંડ- ૮૧૫૩૫૧ (૧૧) મજુદ્દિન અંસારી, રહે.ઝારખંડ સાથે મળી આ ફ્રોડ કરેલ હોવાનું જણાવેલ છે અને આ અંગે આગળની કાર્યવાહી હાલોલ ટાઉન પો.સ્ટે. દ્રારા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here