પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં જનતા કર્ફ્યુંની અસર…રસ્તાઓ બન્યા સુમસામ…

વિશ્વભરમા કોરોના વાયરસ હાહાકાર મચાવિ રહયો છે.અને હજારો લોકોના મોત થઇ રહ્યા છે.ત્યારે દેશમા અને ગૂજરાતમાં પણ કોરોના વાયરસના કેસો બહાર આવતા સરકાર દોડતી થઇ છે.એક બાજુ તકેદારીના પણ પગલા લેવામા આવી રહ્યા છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જનતા કરફ્યુ માટે દેશવાસીઓને અપીલ કરી છે.જીલ્લાના તાલુકા મથકોમાં પણ જનતા કરફ્યુની અસર જોવા મળી હતી.તેમા શહેરા નગરની વાત કરવામા આવે તો શહેરા નગર વેપારી મથક હોવાથી અહી પણ આસપાસના ગ્રામિણ વિસ્તારમાથી મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે.ત્યારે શહેરા નગરમાં પણ જનતા કરફ્યૂનિ અસર જોવા મળી હતી જેમા નાડા રોડ,મૂખ્ય બજાર,હાઈવે માર્ગ, બસસ્ટેશન વિસ્તાર,અણિયાદ ચોકડી,વૈજનાથ ચોકડી, સિંધી ચોકડી,મેઇન બજાર, રાજ્ય હાઇવે માર્ગ,તેમજ દવાખાના અને મેડીકલ સેવાઓને બાદ કરતા તમામ વિસ્તાર સુમસામ નજર પડતા હતા.લોકો પણ જનતા કરફ્યૂને એક શિસ્તના ભાગ રુપે અમલવારી કરતા જોવા મળ્યા હતા.ત્યારે ગતરોજ જીલ્લા પ્રશાશન દ્રારા પણ લોકોને જનતા કરફ્યુનો અમલ કરવા અનેખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરવામા આવી હતી.

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here