“વાદ નહિ….વિવાદ નહિ…ગોધરા નગરમાં જનતા કર્ફ્યુંને ભાવોભાવ સમર્થન…

ચમત્કારિક આવિસ્કારોને પડકાર આપનાર ચીનને ઢીંચણે નમાવી વિશ્વભરમાં વાયુવેગે પ્રસરાઈ રહેલા કોરોના વાયરસને પડકાર આપવા ભારતની ભાવુક પ્રજાએ વાડાપ્રાધાન નરેન્દ્ર મોદીનાં જનતા કર્ફ્યુંનાં ફરમાનને સ્વયમભૂ સમર્થન આપી કોરોના વાયરસનાં સામે બાયો ચઢાવી લીધી છે.

અમારા પ્રતિનિધિ થાકી મળતી વિગતો મુજબ સમગ્ર વિશ્વમાં તાંડવ કરનાર કોરોના વાયરસને લઇને સમગ્ર વિશ્વ ચિંતામય બની ગયું છે,ભારતમાં પણ કોરોના વાયરસે કોહરામ મચાવવાની શરૂઆત કરી દીધી છે જેને લઈને સરકાર જાહેર જનતાની મદદે કોરોના વાયરસનો સામનો કરવા માઈક્રો પ્લાનિંગ કરી રહી છે. કોરોના વાયરસ એક એવો રોગ છે કે હાલ સુધી એનો કોઈ યોગ્ય ઈલાજ મળ્યો નથી જેથી વાયરસની અસર અને એને કાબુમાં લેવાનો એટલે કે આ જાનલેવા વાયરસ વધુ નાં પ્રસરાય એના ઉપાય રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રોજ સવારનાં ૭ :૦૦ કલ્લાકેથી રાત્રીના ૯ : ૦૦ કલ્લાક સુધી જનતા કર્ફ્યું રાખવાની જાહેરાત કરી હતી. જેને અનુરૂપ સમસ્થ ભારતભારમા બજારો,દુકાનો સહિત દરેક નાના મોટા કામો બંધ રાખી લોકોએ ઘરમાં જ રહી જનતા કર્ફ્યુંને પૂરેપૂરું સમર્થન આપ્યું હતું. આ જનતા કર્ફ્યું ને લઈને પંચમહાલ જીલ્લાના પાટનગર એવા ગોધરા નગરમાં પણ નગરવાસીઓએ સ્વયંભૂ બંધ રાખી કોરોના વાયરસને પડકાર આપી દીધો છે.

ગોધરા નગરનો એક એવો વિસ્તાર છે કે જ્યાં ધોમ ધકતો તાપ હોય કે પછી ધોધમાર વરસાદ હોય માનવ કીડીયારાની જેમ બારે માસ લોકોની ભીડ ઉભરાતી રહે છે. આ વિસ્તારમાં એટલે કે ગોધરાનો હ્રદય કેહવાતા પોલન બજાર વિસ્તારમાં પણ જનતા કર્ફ્યુંને લોકોએ પૂરેપૂરો સમર્થન આપી રોડ રસ્તા સુમસામ કરી દીધા હતા. સમગ્ર ગોધરા નગરમાં જનતા કર્ફ્યુંને સફળ બનાવવામાં જિલ્લા કલેકટર સહિત પોલીસ પ્રસાશને પણ ખડેપગે મેહનત કરી હતી, નગરની જનતાને કોઈ પણ વાદ વિવાદ વગર પ્રેમભાવથી સાથ સહકાર આપવા પહેલ કરી હતી જેના ફળરૂપે ગત રોજ ગોધરા નગરની દરેક ડગરમાં સન્નાટો પ્રસરાયલો જોવા મળ્યો હતો.

પ્રતિનિધિ :- સાદિક ચાંદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here