પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

સરકારી કામગીરી કરતા અટકાવે તેવા માથાભારે તત્વો સામે કાયદાકીય એક્શન લેવાની કલેક્ટરશ્રીની કડક સૂચના

પંચમહાલ કલેક્ટરશ્રી આશિષકુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં કલેકટરશ્રીએ પંચમહાલ જિલ્લામાં સરકારી કામગીરીમાં અડચણ રૂપ બનતા માથાભારે તત્વો સામે ડર્યા વગર, પોલીસ પ્રોટેક્શન સાથે અધિકારીઓને એક્શન લેવા જણાવ્યું હતું. તેમજ સરકારી કામગીરી કરતા અટકાવે તે વ્યક્તિ સામે કાયદાકીય પગલા લેવા કડક સૂચનાઓ આપી હતી. તેમણે જિલ્લા સંકલન સમિતિના તમામ અધિકારીઓને કામ વગર કોઈ સરકારી કચેરીમાં આવીને ન્યુસન્સ ઊભું ન કરે તેવી તકેદારી રાખવા પણ તાકીદ કરી હતી.એટલું જ નહીં રૂટિન કામગીરીના પ્રશ્નો અને રજૂઆતો સંકલનની બેઠકમાં આવે તે પહેલા જ ઉકેલાઈ જાય તે રીતે કામ કરવા સૂચના પણ આપી હતી.

પંચમહાલ જિલ્લાની આજની સંકલન સમિતિની બેઠકમાં રેવન્યુ વસૂલાત, ખેડૂતોના પ્રશ્નો,જમીન માપણી,વીજળી, પીવાના પાણી ડ્રેનેજ અને રસ્તાને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ ઉપરોક્ત પ્રશ્નોનો ઝડપથી ઉકેલ અને જો તેમાં કોઈ માથાભારે તત્વો બનતા હોય તો કાયદાકીય પગલાં લેવા કડક સૂચનાઓ આપી હતી.

સંકલન સમિતિ બેઠકમાં હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહજી,જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી કે બારીયા આર.એ.સી શ્રી એમ.ડી ચુડાસમા અને જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here