પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આર્યવેદ શાખા દ્વારા જિલ્લાના નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું આયોજન

ગોધરા,

પ્રતિનિધિ :- અનુજ સોની

માર્ચ અને એપ્રિલ દરમિયાન જિલ્લામાં 1,54,189ને આર્સેનિક આલ્બ-30 અને 1,65,554ને ઉકાળાનું વિતરણ કરાયું

કોવિડ-19 સંક્રમણના કારણે વિશ્વભરમાં થઈ રહેલી જાનહાનિ થઈ રહી છે અને તેની સારવાર માટે દવા કે રક્ષણ માટે રસી શોધાય ત્યાં સુધીમાં માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ જ કોવિડ-19 સામે લડવાનું કારગર શસ્ત્ર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આયુષ મંત્રાલય દ્વારા દેશભરના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક અમૃતપેય (ઉકાળો) તથા આર્સેનિક આલ્બ-30 હોમિયોપેથિક દવાઓના વિતરણ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામા પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આર્યવેદ વિભાગ દ્વારા જિલ્લાભરમાં આ દવા અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં માર્ચ અને એપ્રિલના બે મહિના દરમિયાન આર્સેનિક આલ્બમ-30 દવાનું કુલ 1,54,189 લાભાર્થીઓને જ્યારે 1,65,554 લાભાર્થીઓને આયુર્વેદિક અમૃતપેય (ઉકાળા)નું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના કુલ 17 આયુર્વેદિક દવાખાના તથા કુલ-7 હોમિયોપેથિક દવાખાના દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકભાગીદારીથી તથા સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને વિતરણ કરવામાં આવી રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આયુર્વેદિક અમૃતપેય (ઉકાળો) તથા આર્સેનિક આલ્બ-30 હોમિયોપેથિક દવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેથી વાયરસના સંક્રમણ સામે શરીરને રક્ષણ પ્રાપ્ત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here