કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં બાળકોનો સન્માન સમારંભ યોજાયો

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

પંચમહાલ જિલ્લાની કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં આજરોજ બાળકોનો સન્માન સમારંભ યોજાયો દર વર્ષે શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ ના જન્મદિવસ નિમિત્તે શાળાના ધોરણ 1 થી 8 ના આદર્શ બાળકોને સન્માનિત કરવામાં આવે છે. ત્યારે ચાલું વર્ષે ધોરણ 1 થી 8 ના આદર્શ બાળકોને “શાળા રત્ન સન્માન – 2021″તેમજ કોરોના અંતર્ગત જે બાળકોએ ઓનલાઇન શિક્ષણ કાર્ય સારી રીતે કરેલ છે તેવા બાળકોને “બાળ વોરિયર્સ સન્માન -2021″થી સન્માન કરવામાં આવ્યું સદર કાર્યક્રમ માં કોરોના ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવ્યો જેમાં ગામમાંથી આદરણીય સરપંચ, એસ, એમ, સી અધ્યક્ષ,તાલુકા સદસ્ય તેમજ સી. આર. સી કો. ઓ શ્રી હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદર જન્મદિવસ નિમિત્તે શાળાના એક છોડ અર્પણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here