પંચમહાલ જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના આયોજન સંદર્ભે રાજ્ય કક્ષાના નોડલ અધિકારીશ્રી પ્રશાત અગ્રવાલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

રાજ્ય કક્ષાના નોડલ અધિકારીશ્રી પ્રશાત અગ્રવાલ ડાયરેકટર શિક્ષણ મંત્રાલય,ઉચ્ચ શિક્ષણ વિભાગ,ભારત સરકારના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના આયોજન સંદર્ભે આજરોજ ગોધરા કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પંચમહાલ કલેકટરશ્રી દ્વારા રાજ્ય કક્ષાના નોડલ અધિકારીશ્રી પ્રશાત અગ્રવાલને આવકારીને બેઠક અંગે
કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં જિલ્લા કલેકટરશ્રીએ ગુજરાત સરકારના તા: ૬/૧૧/૨૦૨૩ના પરિપત્ર સંદર્ભે ભારત સરકારશ્રી દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આયોજન કરવામાં આવેલ છે તેમ માહિતી આપી હતી.

જે પરત્વે અત્રેના પંચમહાલ જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નુ સુચારૂ રીતે આયોજન થાય તે અર્થે પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા/તાલુકા/ગ્રામ્ય કક્ષાની અમલીકરણની સમિતિની રચના કરવામાં આવેલ છે.જે સમિતિઓ દ્વારા પંચમહાલ જિલ્લાના દરેક નાગરિક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની તમામ યોજનાથી માહિતગાર બને અને યોજનાઓનાં લાભો છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડી શકાય જે બેઠકમાં સમીક્ષા કરાઇ હતી.

જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નુ સફળતાપુર્વક અને અસરકાર રીતે અમલવારી થાય તે અર્થે જિલ્લા/તાલુકાના નોડલ અધિકારશ્રીઓને નિમણુક કરવામાં આવેલ છે.જેઓ દ્વારા તાલુકા કક્ષા મિટીંગનુ આયોજન કરવામાં આવેલ છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા સહિત વિવિધ વિભાગના અધિકારિશ્રીઓ,નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here