કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં રાજપીપલા ખાતે નાદોદ વિધાન સભા માટે ભાજપાનો સ્નેહ સંમેલન યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આગામી સમયમાં યોજાનારી લોકસભા ની ચૂંટણીઓ માં કાર્યકર્તા ઓને વિજય માટે સજ્જ થવા કેન્દ્રીય મંત્રી ની હાંકલ

રાજપીપલા ખાતે 148 નાદોદ વિધાનસભા બેઠક માં સમાવિષ્ટ ભાજપા કાર્યકરો આગેવાનો નું સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું . આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર વિભાગના મંત્રી દેવુંસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો ને માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ માં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી એ કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી માં જીત મેળવવા માટે ની રણનીતિ વિશે માહિતી આપી હતી, અને હાલ થીજ તૈયારીઓ શરૂ કરી જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું, તે ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન 40 થી વધુ કાર્યકર્તાઓ ભાજપાનો ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપા ના સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ મા આવનારી લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે આગેવાનો કાર્યકરો વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી ઓ આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં જીત મેળવવા માટે દરેક પાર્ટી દ્વારા મિટિંગો અને કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે, ત્યારે આજરોજ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય સંચાર વિભાગના મંત્રી દેવુસિંહ ચૌહાણે કાર્યકર્તાઓ ને સંબોધન કરતાં જણાવ્યું કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક કાર્યકર્તા ભેગા મળીને હાલ થીજ કામગીરી શરૂ કરી દેવી અને સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને જણાવ્યું હતું તે ઉપરાંત વધુમાં વધુ કાર્યકર્તાઓને પાર્ટીમાં સભ્ય બનાવવા અને પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું આ સ્નેહ સંમેલન કાર્યક્રમ માં નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઈ તડવી, ઉપરાંત નર્મદા જિલ્લા ભાજપા ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્નેહ સંમેલન કાર્યક્રમમાં થયેલી ચર્ચામાં સહભાગી બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here