નર્મદા ડેમ પાસેના ગરૂડેશ્વર ખાતેનો વિયર ડેમ ઓવરફ્લો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા નદી ઉપર બનાવવામા આવી રહેલ વિયર ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય નજારો જોવા મળ્યો

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 1200 મેઘાવોટના તમામ 6 વીજ મથકોમા વીજળીનુ ઉત્પાદન શરૂ

ડિસ્ચાર્જ પાણી નર્મદા નદીમાં નિકાલ થતાં વિયર ડેમ થયો ઓવર ફ્લો

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવક થતાંની ડેમની જળ સપાટી 127.16 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 1200 મેઘાવોટનાં તમામ 6 વીજ યુનિટો શરૂ કરાતા હાલ રોજનું 5થી 6 કરોડ રૂપિયાની વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. નર્મદા નદી ઉપર ગરૂડેશ્વર ખાતે બનાવવામા આવતો વિયર ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે .

હાલ સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથક દ્વારા કુલ 27,326 મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે તો બીજી બાજુ નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 2,571 મિલીયન ક્યુબીક મીટર છે તો બીજી બાજુ મુખ્ય કેનાલમાં 10,907 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.

ચોમાસાની શરૂઆત સાથે જ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હોવાનું જાણી આસપાસના લોકો નદી બે કાંઠે વહેતી જોવા ઉમટી પડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here