પંચમહાલ જિલ્લામાં મહિલા રોકડ પુરસ્કાર 2021-22 માટે ઇચ્છુક ઉમેદવારોએ તા.15મી ઓકટોબર સુધીમાં અરજી કરવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ 2021-22 ના વર્ષના મહિલા રોકડ પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે માટે વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય/ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અં.- 14, 17, 19 અને સ્કુલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલા મહિલા ખેલાડીઓ કોઇપણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે અરજી કરવાની રહેશે. જે માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટેનું ફોર્મ ભરીને આગામી તા. 15/10/2021 સુધીમાં સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ તળાવ પાસે, ગોધરા-પંચમહાલની કચેરીને (મોબાઈલ નંબર- 9427595530) મળી રહે તેમ મોકલી આપવાની રહેશે. વર્ષ 2019-20, 2020-21માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલા ખેલાડીઓ પણ અરજી કરી શકશે તેમ સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોધરા-પંચમહાલની આ અખબારી યાદીમાં જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here