પંચમહાલ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે વિદાય-આવકાર સમારંભ યોજાયા

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

અજમાયશી આઇએએસ અધિકારી રામ બુગલીયા અને પ્રાંત અધિકારીશ્રી સક્સેના સહિતના અધિકારીઓ માટે વિદાય સમારંભ યોજાયો

પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે અન્ય જિલ્લામાં બદલી પામેલ અધિકારીઓ-કર્મચારીઓ માટે વિદાય સમારંભ અને બદલી પામી પંચમહાલ જિલ્લામાં પોસ્ટિંગ મેળવનારા અધિકારીઓને આવકાર આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લામાં પ્રોબેશનકાળ પૂરો કરનારા અજમાયશી આઈ.એ.એસ.શ્રી રામ બુગલીયા, અમરેલી DRDAના ડાયરેક્ટર તરીકે બઢતી સાથે બદલી મેળવવનાર ગોધરા પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના, તેમજ મામલતદાર તરીકે બઢતી સાથે બદલી મેળવી વિદાય લઈ રહેલા શ્રી બી.એમ. પટેલ અને શ્રી એન.એન. બારીયાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ અધિકારીઓએ પંચમહાલ જિલ્લામાં પોતે વિતાવેલા કાર્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને કલેકટરશ્રી સહિતના સ્ટાફનો આભાર પ્રકટ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રીને હસ્તે તમામને શાલ ઓઢાડી, શ્રીફળ આપી ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમજ આ સાથે જિલ્લામાં ચિટનીસ ટુ કલેક્ટર પદે બદલી થઈ આવેલા શ્રી કે વસાવાને પણ ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાંજિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here