પંચમહાલ જિલ્લામાં પ્રથમ તબક્કામાં ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકામાં ખેતીની જમીનનું જમીન દફ્તર રેકર્ડ સંપુર્ણ ક્ષતિરહીત તૈયાર કરવાના કામે આગામી સમયમાં કેમ્પનું આયોજન કરાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના કુલ ૩૯૨ ગામોનું રી- સર્વે રેકર્ડ પ્રમોલગેશન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત માપણી તથા રેકર્ડમાં થયેલ ક્ષતિઓ સુધારવાની કાર્યવાહી હાલ અમલમાં મૂકવામાં આવેલી છે.જે અંતર્ગત જિલ્લાના ઘોઘંબા તેમજ જાંબુઘોડા તાલુકાના ગામોની ખેતીની જમીનનુ રી-સર્વે પ્રમોલગેશન થયેલ છે.પ્રથમ તબક્કામાં  રી-સર્વે સમયે માપણીમાં થયેલ ક્ષતિ સુધારવા સંદર્ભે નીચે જણાવેલ તાલુકા અને તેના ગામોની ખેતીની જમીનનું જમીન દફ્તર રેકર્ડ સંપુર્ણ ક્ષતિરહીત તૈયાર કરવાના કામે આગામી સમયમાં કેમ્પનું આયોજન કરાયું છે.

ડી.આઇ.એલ.આર કચેરી,પંચમહાલના સર્વેયરશ્રીઓની ટીમ દ્વારા તંત્રને મળેલ વાંધા અરજીઓની માપણીની કામગીરી કરવા સારૂ સદર ગ્રામ પંચાયત કચેરીઓ ખાતે નીચે જણાવેલ તારીખે ગ્રામ સભા તથા માપણીનુ આયોજન કરવામાં આવેલ છે.રી-સર્વે સમયે માપણીમાં થયેલ ભુલો સુધારવા સંદર્ભે યાદીમાં સામેલ ગામોમાં જમીન ધરાવતા ખેડુત ખાતેદારશ્રીઓને સંબંધીત ગ્રામ સભામાં તેમજ માપણીની તારીખે હાજર રહેવા તથા ટીમ દ્વારા દૈનિક ધોરણે માપણીની કામગીરી શરૂ કરવામાં આવે ત્યારે હાજર રહી પ્રત્યક્ષ કબ્જો બતાવવા તથા જો કોઇ કારણોસર તંત્રને વાંધા અરજીઓ રજૂ કરવાની બાકી રહી ગયેલ હોય તો કેમ્પ દરમિયાન સર્વેયરશ્રીઓની ટીમને વાંધા અરજી યથાપ્રસંગે સહી સંમતિ રજૂ કરી સાથ સહકાર આપવા આથી ખેડુત ખાતેદારશ્રીઓને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે તેમ જિલ્લા નિરીક્ષક જમીન દફતર પંચમહાલ-ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

ઘોઘંબા તાલુકાના નુરપુરા ગામે ૨૬ ફેબ્રુઆરીના રોજ ગ્રામ સભા,૨૭ ફેબ્રુઆરીના રોજ ક્ષતિ સુધારણા કામગીરી કરાશે જે ૧૩ માર્ચ સુધી કામગીરી પૂર્ણ કરાશે.

– ઘોઘંબા તાલુકાના ગોરાડા ગામે ૨૭ ફેબ્રુઆરીના રોજ ગ્રામ સભા,૨૮ ફેબ્રુઆરીના રોજ ક્ષતિ સુધારણા કામગીરી કરાશે જે ૧૩ માર્ચ સુધી કામગીરી પૂર્ણ કરાશે.

-ઘોઘંબા તાલુકાના આલબેટા ગામે ૨૮ ફેબ્રુઆરીના રોજ ગ્રામ સભા,૨૯ ફેબ્રુઆરીના રોજ ક્ષતિ સુધારણા કામગીરી કરાશે જે ૧૪ માર્ચ સુધી કામગીરી પૂર્ણ કરાશે.

* જાંબુઘોડા તાલુકાના ગરમુલા ગામે ૧૬ માર્ચના રોજ ગ્રામ સભા, ૧૮ માર્ચના રોજ ક્ષતિ સુધારણા કામગીરી કરાશે જે ૩૦ માર્ચ સુધી કામગીરી પૂર્ણ કરાશે.

-જાંબુઘોડા તાલુકાના ખરેડીવાવ ગામે ૧૮ માર્ચના રોજ ગ્રામ સભા, ૧૯ માર્ચના રોજ ક્ષતિ સુધારણા કામગીરી કરાશે જે ૩૧ માર્ચ સુધી કામગીરી પૂર્ણ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here