પંચમહાલ જિલ્લામાં કોરોનાનો ઘટતો પ્રભાવ આજે 04 નવા કેસ મળ્યા, 39 દર્દીઓ સ્વગૃહે પરત ફર્યા સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 100 નીચે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર સતત ઘટી રહ્યું છે. આજે કોવિડ-19 સંક્રમણના નવા 04 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 9532 થવા પામી છે. આજે 39 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 95 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેરમાંથી 01 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5494 થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસો જોઈએ તો ગોધરા ગ્રામ્યમાંથી 02 કેસ અને શહેરા ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવતા કેસની સંખ્યા 4038 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 39 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 9251 થવા પામી છે. આજે 45 વર્ષથી ઉપરના કુલ 249 વ્યક્તિઓને રસી આપવામાં સાથે 45 વર્ષ ઉપરના રસીકરણનો લાભ મેળવેલ લાભાર્થીઓની સંખ્યા 2,71,309 થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here