પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના, નવા ૨૭ કેસો નોંધાયા

૦૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય દર્દીઓનો આંક ૨૦૩ થયો

કુલ કેસનો આંક ૨૦૩એ પહોંચ્યો
કોરોનાને પછડાટ આપી ૨૭૮૪ દર્દીઓ સાજા થયા

ગોધરા(પંચમહાલ),

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૭ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૧૦૮ થવા પામી છે. ૦૫ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ ૨૦૩ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી ૧૯ કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી ૧૨, હાલોલમાંથી ૦૩ કેસ અને કાલોલમાંથી ૦૪ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૨૬૨ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે ૦૮ કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી ૦૨ કેસ, હાલોલ ગ્રામ્યમાંથી ૦૩, કાલોલ ગ્રામ્યમાંથી ૦૧, શહેરા ગ્રામ્યમાંથી ૦૧ અને મોરવા હડફમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા ૮૪૬ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૦૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૭૮૪ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૨૦૩ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here