પંચમહાલ જિલ્લાના ગ્રામસેવકો માટે કાલોલ તાલુકાના નેસડા ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આત્મા શાખા પંચમહાલ અને જિલ્લા ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નેસડા ગામે કાલોલ,હાલોલ,ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના ગ્રામ સેવકો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ હતી.આ તકે પ્રાકૃતિક ખેતીના આયામો જેવા કે જીવામૃત,ઘન જીવામૃત અને નિમાસ્ત્ર બનાવવા અંગે તાલીમ આપવામાં આવી હતી.જિલ્લા સંયોજકશ્રી અજીતભાઈના ખેતરમાં ગ્રામસેવકોને નિદર્શન બતાવીને સમજણ આપવામાં આવી હતી.આ પ્રસંગે આત્મા પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી પી.એસ.પટેલ સહિત ખેતીવાડી શાખાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here