ધામણઘોડા ગામના 18 વર્ષીય યુવાન બેભાન અવસ્થામાં મળી આવતા તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો

તિલકવાડા(નર્મદા),
વસીમ મેમણ

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના ધામણઘોડા ગામમાં રહેતા 18 વર્ષીય યુવાન અશ્વિનભાઈ રતિલાલ ભાઈ વસાવા બપોરના સમયગાળા દરમિયાન પશુ ચરાવવા માટે ધામણઘોડા ગામ નજીક સીમમાં ગયા હતા તે દરમિયાન બપોરે ૧૧ વાગ્યાના અરસામાં તેઓ ખેતરમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જેની જાણ અશ્વિનભાઈ ના પિતાને થતાં તેઓએ તાત્કાલિક ધોરણે અશ્વિનભાઇને તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ આવ્યા હતા તિલકવાડાં આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા બાદ ફરજ પર ના ડોક્ટર દ્વારા તાત્કાલિક દર્દીની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી ત્યાર બાદ ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે દર્દીને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રિફર કરી આપવામાં આવ્યા હતા

બનાવની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા જાણવાજોગ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here