પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના નવા 50 પોઝિટીવ કેસ મળી આવ્યા.. 75 વ્યક્તિઓને રજા અપાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના નવા 50 પોઝિટીવ કેસ મળી આવ્યા છે, જ્યારે 75 વ્યક્તિઓને રજા આપવામાં આવી છે. નવા મળી આવેલા કેસોમાં શહેરી વિસ્તારોમાંથી 05 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 45 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં ગોધરામાંથી 04 અને કાલોલમાંથી 01 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરામાંથી 04, હાલોલમાંથી 14, કાલોલમાંથી 01, જાંબુઘોડામાંથી 04, શહેરામાંથી 12 અને ઘોઘંબામાંથી 10 કેસ એમ કુલ 45 કેસ મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોવિડ-19 પોઝીટીવ કેસોની કુલ સંખ્યા 11,143 થવા પામી છે. જિલ્લામાં પોઝિટીવ સક્રિય દર્દીઓની સંખ્યા 382 છે. રસીકરણની કામગીરી અંતર્ગત આજે 18થી વધુ વયની 1350 વ્યક્તિઓને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે, જે સાથે રસીકરણનો કુલ આંક 24,73,655 થવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here