રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે ડેપ્યુટી કલેકટર સાહેબનો ધોરાજીના ઈતિહાસમા પહેલો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી ઉપલેટા ની જનતા ની સારામા સારી કામગીરી બજાવે હતી ગૌતમ મીયાણી સાહેબે

આજરોજ ધોરાજી નાયબ કલેકટર તરીકે તા.13/02/2019 થી 05/02/2022 જેમણે સેવા આપી લોકહિતના અસંખ્ય કામો જેમણે કર્યા છે.તેવા ગૌતમ મિયાણી સાહેબની સુરત ખાતે વહીવટી બદલી થતા તેમનો વિદાય સમારંભ આજરોજ પ્રથમ પ્રાંત કચેરી ધોરાજી ખાતે અને ત્યારબાદ નકળંગ ધામ – તોરણીયા ખાતે યોજાયો.સાથે સાથે પ્રાંત અધિકારી ધોરજી તરીકે નવીન નિમણુક થયેલ જયેશ લીખિયા સાહેબનો સત્કાર સમારંભ પણ યોજવામાં આવ્યો.આ સમગ્ર કાર્યક્રમમાં પ્રથમ તમામ અધિકારીશ્રીઓ અને સ્ટાફગણ દ્વારા પુષ્પો બિછાવી મિયાણી સાહેબનું અભિવાદન કર્યું ત્યારબાદ એન.એન.સી દ્વારા સાહેબને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.ત્યારબાદ નકળંગ ધામ તોરણીયા ખાતે મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુની હાજરીમાં ઉપલેટા, ધોરાજી અને જામકંડરણાનું તમામ વહીવટી તંત્ર,ધોરાજીની તમાંમ સ્વૈચ્છીક સંસ્થાઓના આગેવાનો વતી સાહેબ ને અલગ અલગ રીતે સન્માન અને સુભેચ્છાઓ આપવામાં આવી.આ પ્રસંગે ધોરાજી સબ ડિવિઝનમાં સમાવિષ્ઠ ધોરાજીના મામલતદારશ્રી કે. ટી.જોલાપરા, ઉપલેટા મામલતદારશ્રી જી. એમ.મહાવદિયા અને જામકંડરણાના મામલતદારશ્રી વી. એમ. મુલીયાસિયા હાજર રહેલ.વહીવટી તંત્રમાં નગરપાલિકા ધોરાજી, ઉપલેટા અને ભાયવદરના મુખ્ય અધિકારીશ્રીઓ હાજર રહેલ. સબ ડીવીજનના તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ધોરાજી તાલુકા હેલ્થ ઓફીસરશ્રી, પૂર્વ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ધોરાજી હર્ષવર્ધનસિંહ જાડેજા, વિમલભાઈ કોયાણી, ડી.એલ.ભાષા,રાજુભાઈ બાલધા, મકબૂલભાઈ ગરાણા,વરુણભાઈ વઘાસિયા ,રાજુભાઈ પેથાણી,તેજા બાપા ટ્રસ્ટ, માધવ ગૌશાળા , બજરંગદળ ધોરાજી ના અધ્યક્ષ સંદીપભાઈ ટોપીયા વિગેરે નામી અનામી તમાંમ સંસ્થાના આગેવાનોએ મીયાણી સાહેબને સુભેશ્છા પાઠવી હતી.મિયાણી સાહેબે પણ તમામ અધિકારીશ્રીઓ, સ્ટાફગણ અને સ્વેછિક સંસ્થાઓના ભરપૂર વખાણ કરીને આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here