પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બાળમજુરી કરાવતા લોકોને ત્યાં ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા રેડ કરાઇ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સાત તરુણ શ્રમિક મળતા સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરાઇ

પંચમહાલ જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા તા.૧૨-૦૬-૨૦૨૩ના રોજ ગોધરા અને કાલોલ ખાતે ટાસ્કફોર્સ રેડ કરવામાં આવી હતી. ઉક્ત રેડ દરમ્યાન ૦૭ તરૂણ શ્રમિક મળતા સંસ્થા સામે કાર્યવાહી શરૂ કરાઇ હતી. કાલોલ ખાતે રેડ કરતાં સંસ્થા હોટેલ સહયોગ મુ. ચિમનાપુરા, હાલોલ ગોધરા હાઇ-વે તા. કાલોલ જિ. પંચમહાલ ખાતે ૭ તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં આવતું હતું. જેની ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમ્યાન તરૂણ શ્રમિક હોવાનું જણાઈ આવેલ હોઇ તરૂણ શ્રમિકોને કામે રાખનાર સંસ્થા અને તરૂણ શ્રમિકનું નિવેદનો લઈને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ સમગ્ર કામગીરીમાં પંચમહાલ જિલ્લાના સરકારી શ્રમ અધિકારીશ્રી જે.જી.ગઢવી, એસ.ડી.યાદવ, આસીસ્ટન્ટ ડાયરેકટર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ગોધરા, શ્રી એ.આર.વાળંદ, જિલ્લા બાળ સુરક્ષા એકમ ગોધરા,શ્રી પુષ્પેન્દ્ર કુમાર તથા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ જોડાયા હતા. સંસ્થા હોટેલ સહયોગ મુ. ચિમનાપુરા, હાલોલ ગોધરા હાઇ-વે તા. કાલોલ જિ. પંચમહાલના માલિક વિરૂધ્ધ નિયમોનુસાર બાળ અને તરૂણ શ્રમ ( પ્રતિબંધ અને નિયમન ) અધિનિયમ – ૧૯૮૬ હેઠળ ફોજદારી કેસો કાર્યવાહી કરવામાં આવનાર છે તેમ મદદનીશ શ્રમ આયુક્તશ્રી, ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here