પંચમહાલ : ખેતીવાડી કચેરીની વિવિધ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા તા.૫ જૂનથી આઈ-ખેડુત પોર્ટલ શરૂ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ પંચમહાલ જિલ્લાના ખેડૂતોને લાભ લેવા કર્યો અનુરોધ

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઇ-ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ‌૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ પંચમહાલ જિલ્લાના તમામ ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે.

પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપના સબંધિત ગ્રામસેવકશ્રીને આપવા/મોકલવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને પંચમહાલ જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here