પંચમહાલ : કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ગોધરા ખાતે જિલ્લાકક્ષાનો ‘ગરીબ કલ્યાણ મેળો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

2900 કરતા વધુ લાભાર્થીઓને 3.30 કરોડથી વધુનાં વ્યક્તિલક્ષી સહાયનાં લાભોનું વિતરણ

ગરીબોનાં ઉત્થાન માટે સમર્પિત ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત આજથી રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનાં ભાગરૂપે ગોધરા ખાતે પણ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. એસ.આર.પી. ગ્રાઉન્ડ, ગોધરા ખાતે આજે સવારે 09.00 કલાકે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાશે. 12માં તબક્કાનાં આ ગરીબ કલ્યાણ મેળામાં મહાનુભાવોના હસ્તે 2900 કરતા વધુ લાભાર્થીઓને 3.30 કરોડથી વધુનાં વ્યક્તિલક્ષી સહાયનાં લાભોનું વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં જિલ્લાનાં સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કામિનીબેન સોલંકી, ધારાસભ્યશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓની પ્રેરક ઉપસ્થિતમાં નોંધારાનો આધાર બનેલી ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભો ગરીબોને હાથોહાથ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here