નીતિ આયોગ દ્વારા જંગલોને પુનઃજીવિત કરવા PPP મોડેલ અપનાવવાની ભલામણ સામે નર્મદા જીલ્લામા ભારે વિરોધ…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

દેડીયાપાડા મામલતદારને BTS દ્વારા ૭૩ અ અ આદિવાસીઓની જમીનમાં ફેરફાર નહીં કરવા તથા ખાનગી કંપનીઓને નહીં આપવા બાબતે આવેદનપત્ર આપ્યું

રાજય સરકારને નીતિ આયોગ દ્વારા જંગલ વિસ્તારમાં પથરાયેલ સંપત્તિઓને પુનઃજીવિત કરવા માટે PPP મોડેલ અપનાવવાની સલાહ આપવામાં આવી છે, આ અંતર્ગત ખાનગી કંપનીઓને, NGO ને જંગલ વિસ્તારમાં હક્કો આપી દેવાય તો આદિવાસી સંસ્કૃતિ તેમના સાર્વભૌમત્વ ઉપર ખતરો મંડાયનો ભય નર્મદા જિલ્લાના આદિવાસીઓમાં ફેલાયો છે. આજરોજ આ મામલે દેડિયાપાડા ખાતે મામલતદારને ભારતીય ટ્રાયબલ પાર્ટીની આગેવાનીમા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમા આદિવાસીઓ માટે તેમના જલ, જંગલ જમીન સહિતની સંપદાઓ પરના હક્કો સમાપ્ત કરાસેનુ જણાવાયુ હતુ.

દેડીયાપાડા મામલતદાર એ. સી. વસાવાને બીટીએસ દ્વારા ૭૩ અ અ આદિવાસીઓની જમીનમાં ફેરફાર નહીં કરવા તથા જંગલોને ખાનગી કંપનીઓને નહીં આપવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું .
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આદિવાસીઓની જમીન છીનવાઈ ન જાય તે માટે સરકારે ૧૯૬૧ માં ૭૩ અ અ તથા ૧૯૮૧ માં ૭૩ અ અ જેવા કાયદાની જોગવાઇ કરેલી છે . તા. ૪/૮/૨૦૨૦ ના રોજ મળેલી આદિજાતિ સલાહકાર સમિતિની બેઠક મળી હતી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા ૭૩ અ અ માં સુધારા અને ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો વિજય રૂપાણી દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરી સુધારો કરાવાની જાહેરાત કરવામાં આવી હતી.
નીતિ આયોગ દ્વારા જંગલોને પુનઃ જીવિત કરવા માટે પી પી પી મોડેલ બનાવવા ખાનગી કંપનીઓને સોંપવા વિચારણા કરી રહી છે જંગલોનો વિકાસ સારી બાબત છે પણ જંગલમાં વસનારા આદિવાસી મુશ્કેલીમાં ‌મૂકાય જશે જંગલો, જમીનો, પાણીના સ્ત્રોત, ગોણ વન પેદાશો, ઔષધિયો પર આદિવાસીઓના અધિકારો છીનવાઈ જશે જંગલ પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવશે પશુઓના ચારણ માટે મુશ્કેલીઓ ઉભી થશે જળ, જંગલ, જમીન માંથી આદિવાસીઓ ને બેદખલ કરવામાં આવશે નો ભય આદિવાસી સમાજમા ફેલાયો છે.

આ બાબતે સમગ્ર આદિવાસી સમાજ ભેગો કરી ભીલીસ્થા ટાઈગર સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત બીજા આવેદનપત્ર મા જણાવ્યું હતું કે આર. બી. સી.ને આપેલા આદિવાસીઓના બોગસ પ્રમાણપત્ર રદ કરવા તથા કાનૂની પગલાં ભરવાં પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે ભારતીય ટાયબલ કિસાન મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૈતરભાઈ વસાવા , નમૅદા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ બાહદૂર ભાઈ વસાવા, નમૅદા જિલ્લા બીટીપી પ્રમુખ મહેશભાઇ ગેબુભાઈ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ માધવસિંહ વસાવા દેડિયાપાડા તાલુકા બીટીપી પ્રમુખ દેવેન્દ્ર વસાવા અને અન્ય કાયૅકારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here