નસવાડી તાલુકાની 46 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદાન માટે તંત્ર દ્વારા વૈધાનીક બિન વૈધાનીક સામગ્રી વિતરણ કરવામાં આવી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આખા છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં 4613 કર્મચારીઓ જોડાયા

નસવાડી તાલુકાની 46 ગ્રામ પંચાયત ની ચુટણી નું જે મતદાન થવાનું છે તેને લઈ તંત્ર દ્વારા આજરોજ ચૂંટણીને લગતી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં બેલેટ પેપર દ્વારા મત આપવાના હોય તેના માટે પેટી તથા મતદાર કુટીર કીટ થી લઈ તમામ સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું છે.

જેમાં અધિકારીઓ થી માંડી ને શિક્ષકો પટાવાળા મધ્યાન ભોજન ના સંચાલકો ને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે જેમાં જોનલ ઓફિસર આસિસ્ટન્ટ જોનલ ઓફિસર પ્રિસાઈડિંગ ઓફિસર વગેરે આમ દરેક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવીછે અને તમામ અધિકારીઓને વૈધાનીક અને બિન વૈધાનીક સામગ્રીનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું છે જેમાં અંદાજે 16 રૂટ અને 98 બુથ છે જેમાં તા,19/12/2021 ના રોજ નસવાડી તાલુકાની 46 ગ્રામ પંચાયતો ની ચૂંટણી નું મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવશે.

જેમાં કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પોલીસ કર્મીઓને બંદોબસ્ત આપવામાં આવ્યો છે જેને લઈ નસવાડી પી એસ આઈ સી ડી પટેલ દ્વારા તમામ પોલીસ કર્મીઓને હાઈસ્કૂલના મેદાન માં એકઠા કરી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સૂચનો આપવામાં આવ્યા હતા
આરોગ્ય વિભાગ ને પણ બુથ પર ડ્યુટી સોંપવામાં આવેલી છે જેને લઈ આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ અંદરો અંદર ચર્ચા કરતા સંભળાયા હતા કે જે શિક્ષકો છે તેમને ચુટણી કામગીરીના ભથ્થા આપવામાં આવેછે અને આરોગ્ય વિભાગને કોઈ પણ પ્રકારનું ભથ્થું આપવામાં આવતું નથી કેમ શા માટે આવો અન્યાય સરકાર આરોગ્ય ના કર્મચારીઓ સાથે કરી રહીછે આવું પણ હાઈસ્કૂલના મેદાન માં વિતરણ કામગીરી દરમિયાન સાંભળવા મળ્યું છે આમ હાઈસ્કૂલના મેદાને થી તમામ અધિકારીઓ પોલીસ કર્મીઓ ને બુથ સોંપવામાં આવ્યા છે જે આજરોજ પોત પોતાના જે ચૂંટણી માટે ફાળવેલ બુથ છે ત્યાં રવાના થયા છે.

આમ આખા છોટાઉદેપુર જિલ્લામાં 230 ગ્રામ પંચાયત માં સામાન્ય ચૂંટણી અને 02 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે કુલ 232 ગ્રામ પંચાયત માં ચૂંટણી યોજાશે સમગ્ર જિલ્લામાં 7 ગ્રામ પંચાયત સમરસ થઈ છે અને 227 સરપંચ પદ માટે 922 ઉમેદવાર અને 1441 વોર્ડ સભ્ય માટે 3855 ઉમેદવાર ચૂંટણી લડશે જિલ્લામાં કુલ 708 મતદાન મથકો અતિ સંવેદન 94 મતદાન મથક અને સંવેદનશીલ 149 અને 465 સામાન્ય મતદાન મથકો છે જેમાં 2,65,788 પુરુષ મતદારો અને 2,49,988 મહિલા મતદારો અને અન્ય 03 મતદારો આમ કુલ મતદાર 515779 છે અને ચૂંટણી કામગીરી માં 4613 કર્મચારીઓ જોડાયા છે આમ આવનારી તા,19/12/2021 ના રોજ બેલેટ થી મતદાન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here