રાજકોટ જિલ્લામાં આવેલ ઓસમ ડુંગરની આરોહ અવરોહની સ્પર્ધા યોજાઈ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

કોરોના કાળ બાદ હવે ધીમે ધીમે તમામ પ્રવૃત્તિ શરૂ થઈ રહી છે જેમાં રાજ્યમાં પણ રમત ગમ્મત પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને ગતિ આપવાના પ્રયત્ન કરવામાં આવી રહી છે, રાજકોટ જિલ્લામાં આવેલ ઓસમ ડુંગરની આરોહ અવરોહની સ્પર્ધા યોજાઈ હતી,
ગુજરાત રાજ્ય દ્વારા આરોહ અવરોહની સ્પર્ધા યોજાઈ હતી, આ સ્પર્ધાના 10 જેટલા સ્પર્ધકોને સીધાંજ નેશનલ કક્ષાની ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધા માં ભાગ લઈ શકશે, ગત 2 વર્ષ થયાં આ સ્પર્ધા બંધ હતી જે આજે ફરી થી શરૂ થઈ હતી જેમાં 90 જેટલા છોકરા અને 78 જેટલી છોકરી ઓ એ ભાગ લીધો હતો જેમાં રાજ્ય ના 10 જિલ્લાઓ માંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો, વહેલી સવારે 7 વાગ્યે રાજકોટ જિલ્લા યુવા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી, પ્રથમ છોકરા એ આરોહ અને અવરોહ કરી હતું જેમાં ઓસમ પર્વત ના બે રૂટ ઉપર સ્પર્ધા યોજવામાં આવી હતી ચઢાણ માટે 650 પગથિયાં અને ઉતરવા માટે બીજા રૂટ ઉપર 750 પગથિયાં સાથે કુલ 1500 પગથિયાં ચઢાણ અને ઉતરાણ કરવામાં આવી હતી, જેમાં છોકરા ઓ ના વિભાગમાં પ્રથમ ક્રમે અને છોકરીઓ ના વિભાગમાં પ્રથમ ક્રમે આવેલ હતા, 2 વર્ષ બાદ યોજાયેલ ઓસમ આરોહ અવરોહણ ને લઈ ને સ્પર્ધાકો માં ઉત્સુક હતા અને ફરી શરૂ થયેલ રમત ગમત ને લઈ ને યુવાનોમાં ખુશી જોવા મળી હતી, નોંધનીય છે કે અહીં વિજેતા થયેલ 10 છોકરા અને 10 છોકરીઓ ને સીધાંજ નેશનલ કક્ષાની ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધા માં ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here