નસવાડી તાલુકાના તણખલા ગામે ઉપસરપંચ તરીકે સંજયભાઈ નગીનભાઈ ભીલ બિનહરીફ વિજેતા બન્યા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના તણખલા ગામે સરપંચ તરીકે જશીબેન ભગવાનભાઈ ભીલ ચૂંટાય આવ્યા છે અને આજરોજ તણખલા ગ્રામપંચાયતમાં ઉપસરપંચ તરીકે સંજયભાઈ નગીનભાઈ ભીલ ને સરપંચના આંઠ ઉમેદવારોએ બિનહરીફ લાવ્યા છે અને સાથે સાથે જુના સરપંચ જેન્તીભાઈ ને પણ ફુલહાર પહેરાવીને એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ અને ગામના વિકાસની ચર્ચા પણ કરવામાં આવી હતી તણખલા ગામ માં કોઈ પણ વોર્ડ વિકાસલક્ષી કામ થી બાકી ન રહી જાય અને એક આદર્શ સરપંચ તરીકે ની છાપ મારી રહેશે એવી વાત નવા સરપંચે કરી હતી અને આખા ગામનો વિકાસ થશે અને ગામના રોડ થી લઈ પેવરબ્લોક તથા પાણીની સુવિધાનો જે પ્રશ્ન વર્ષોથી તણખલા ગામે ચાલી રહ્યો છે તેનું નિવારણ પણ મારી બનતી કોશિશ કરીશ અને ગામના અટવાયેલા પ્રશ્નો નું સમાધાન કરવાનો પ્રયત્ન કરીશ એમ નવા બનેલ સરપંચ જશીબેન ભગવાન ભાઈ ભીલે જણાવ્યું હતું ત્યાર બાદ ફુલહાર પહેરાવીને તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસરપંચ બનેલા સંજયભાઈ નગીનભાઈ ભીલે પણ સરપંચ ને સહકાર આપવાની બાંહેધરી આપીછે અને તમામ સભ્યોએ ઉપસરપંચને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તણખલા ગામના વરિષ્ટ પત્રકાર ધર્મેશભીલ અને જાવેદ કુરેશી નુ પણ ફૂલોના હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ સભ્યો અને સરપંચ ને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવવમાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here