નર્મદા LCB પોલીસે રાજપીપળામાં મોટરસાઈકલ ઉપર સપ્લાય કરતો વિદેશી દારૂ ઝડપ્યો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નંબર પ્લેટ વિનાની મોટર સાઈકલ સહિત રૂ. 59200 નો મુદ્દામાલ જપ્ત

દરબાર રોડ ઉપર પોલીસને જોઇ કાળા કલરની એકટિવા મુકી દારૂ સપ્લાય કરતા બે ઇસમો ફરાર

પોલીસે ગણતરીની મિનીટોમાં જ મોટર સાઈકલના માલિકનુ પગેરું મેળવ્યું

નર્મદા LCB પોલીસ ગતરોજ પ્રોહીબીશન સહિત જુગારની બદીઓને નાથવા રાજપીપળા નગરમા રેઇડ કરવા માટે નીકળેલ તે દરમિયાન નર્મદા LCB PSI સી. એન. ગામીત સહિતના સ્ટાફને બાતમી મળેલ કે રાજપીપળા નગરમા વિદેશી દારૂનો જથ્થો દેડિયાપાડા રોડ થઇને ખામર ચોકડી તરફથી રાજપીપળા તરફ કાળા રંગની એકટિવા મોટર સાઈકલ ઉપર બે ઇસમો કંતાનમા વિદેશી દારૂ લઇને રાજપીપળાના જુનાકોટ તરફ દારૂનો જથ્થો લઇ જવા દરબાર રોડ ઉપર થઇને આવી રહયા છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે પોલીસને બાતમી મળેલ એ મુજબજ બે ઇસમો એકટિવા લઇને આવતા તેઓને દરબાર રોડ ઉપર આવેલ ગણેશ મંદિર પાસે રોકતા બન્ને ઇસમો એકટિવા મોટર સાઈકલ ફેંકી ફરાર થઇ ગયા હતા.

પોલીસે એકટિવા મોટર સાઈકલ નંબર પ્લેટ વગરની અને કંતાનમા ભરેલ વિદેશી દારૂના કવાટરિયા ઝડપી પાડ્યા હતાં. મોટર સાઈકલના ચેસીસ નંબર ઉપરથી તપાસ કરતા LCB પોલીસે તેના માલિકનુ પગેરું ગણતરીની મિનિટોમાં શોધી કાઢયું હતું.

એકટિવા મોટર સાઈકલ રાજપીપળાના જુનાકોટના શૈલેષ બાબરભાઈ વસાવાની હોવાનું બહાર આવ્યું હતું. મોટર સાઈકલની ડીકીમાથી પણ શૈલેષ બાબરભાઈ વસાવાના ડોકયુમેન્ટ મળી આવ્યા હતા. જેથી પોલીસે તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે વિવિધ બ્રાન્ડના 92 નંગ કવાટરિયા કિંમત રૂ. 9200 અને એકટિવા મોટરસાઈકલ કિંમત રૂ. 50000 મળી કુલ રૂપિયા 59200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, રાજપીપળાના જુનાકોટ વિસ્તારમાં આ વિદેશી દારૂનો જથ્થો કોને સપ્લાય થતો હતો, વિદેશી દારૂ કોની પાસેથી લાવવામાં આવ્યો એની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here