નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં જીવદયાનો અનોખો કિસ્સો જોવા મળ્યો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સહુથી ઝેરી મનાતો કોબ્રા સાંપ ઈજાગ્રસ્ત થતા દેડિયાપાડાના જીવદયા પ્રેમીએ ચાર-ચાર જગ્યાએ ડ્રેસીંગ કર્યુ

વાઇલ્ડ લાઇફની કામગીરી કરતાં દેડિયાપાડાના ભાવીન વસાવાની ઝેરી ઇજાગ્રસ્ત સાપને ડ્રેસીંગ કરવાની પ્રશંસનીય કામગીરી

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે જીવદયાનો અનોખો કિસ્સો જોવા મળ્યો હતો, કદી ન વિચાર્યું હોય એવા આ કિસ્સામાં એક અતયંત ઝેરી પ્રજાતિના કોબ્રા સાંપ ઇજાગ્રસ્ત થતાં વાઇલ્ડ લાઇફની પ્રશંસનીય કામગીરી કરતા દેડિયાપાડાના ભાવીન વસાવાને જાણ થતાં તેણે સાંપનુ ડ્રેસીંગ કરી તેને જીવતદાન આપ્યુ હતુ.

દેડિયાપાડા ખાતે રહેતા અને વાઇલ્ડલાઇફ સેવર તરીકેની કામગીરી કરતાં ભાવીન વસાવાને એક સાંપ ઇજાગ્રસ્ત હાલતમાં દેડિયાપાડા ખાતે પડેલ હોવાનું જાણવા મળતા તેઓ ત્વરિત જ પહોચી ગયા હતા અને સાંપના શરીરમાં ચાર ચાર જગ્યાએ ઇજાઓ જોઇને પોતે પણ અચંબામાં પડી ગયા હતા, પરંતુ ગમેતેમ કરીને ઇજાગ્રસ્ત કોબ્રા સાંપનુ જીવ બચાવવાનુ પોતે મન બનાવી ઇજાગ્રસ્ત કોબ્રા સાંપને પકડી તેને તેમના સાથીઓની મદદથી તેનાં શરીરમાં ચાર-ચાર જગ્યાએ ઇજાઓ હતી ત્યા ડ્રેસીંગ કર્યુ હતુ. સાપ પણ જાણે કે સમગ્ર પરિસ્થિતિને ભાપી ગયો હોય એમ અને જીવદયા પ્રેમી ભાવીન વસાવા પોતાના જીવ બચાવવાની કામગીરી કરતો હોય ડ્રેસીંગ કરવામાં તેનો પુરતો સહયોગ આપતો હતો.
દેડિયાપાડા ખાતે સાંપને ડ્રેસીંગ થતો જોવાનો આ પ્રથમ જ અવસર હોય લોકોના ટોળા કુતુહલવશ ડ્રેસીંગની કામગીરી નિહાળી રહ્યા હતા. સાપને ડ્રેસીંગ કરી જંગલમાં છોડી મુકાયો હતો.
દેડિયાપાડા પંથકમાં ભાવીન વસાવા ના જણાવ્યા અનુસાર તેણે લગભગ 2000 જેટલા સાંપ વિવિધ વિસ્તારોમાંથી પકડીને જંગલ માં છોડ્યા છે. પરંતુ આ રીતે ડ્રેસીંગ કરવાનાં કિસ્સા જવલ્લેજ જોવા મળતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here